તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:અમદાવાદમાં નેશનલ હાઈવે-8 પર ટુ-વ્હીલર સ્લીપ થયા બાદ અચાનક આગ લાગતા દોડધામ, ચાલકની નજર સામે વાહન ભસ્મીભૂત થઈ ગયું

અમદાવાદ13 દિવસ પહેલા
હાઈવે પર એક્ટિવામાં આગ લાગી
  • વંડર પોઈન્ટ ચાર રસ્તા પર બેલેન્સ ન રહેતા એક્ટિવા ચાલક પ્રૌઢ સ્લીપ થઈ ગયા હતા

શહેરના નેશનલ હાઈવે નંબર આઠ પર વંડર પોઈન્ટ ચાર રસ્તા પર આજે સવારે એક એકટિવામાં એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સવારના સમયે વાહન લઈને રસ્તા પરથી પસાર થતા એક વૃદ્ધ નીચે પટકાયા હતા, જે બાદ એક્ટિવામાં આગ લાગી ગઈ હતી. ઘટનાને લઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમે ત્યાં પહોંચીને વાહનની આગ બુજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

સ્લીપ થયા બાદ એક્ટિવામાં લાગી આગ
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના રબારી કોલોનાથી સીટીએમ ચાર રસ્તા તરફ જતા રસ્તામાં આવતા વંડર પોઈન્ટ પાસે એક્ટિવામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. એક પ્રૌઢ વયના એક્ટિવા ચાલકનું બેલેન્સના રહેતા ચાર રસ્તા પર વાહન સ્લીપ વાહન થઈ ગયું હતું. તેઓ પણ રોડ પર પટકાયા હતા. જોકે તેમની નજર સામે જ એક્ટિવા ભડભડ સળગી જતા સ્થાનિકો એ ફાયર વિભાગ ને જાણ કરી હતી.

રસ્તા પર વાહન વ્યવહાર થંભી જતા રામોલ પોલીસ એક્શનમાં
ફાયર વિભાગની ગાડી એ આવીને આગને બુઝાવવાની કામગારી હાથ ધરી હતી. જોકે આગ પર કાબૂ મેળવવામાં આવે તે પહેલા જ એક્ટિવા ભસ્મીભૂત થઈ ગયું હતું. આગ લાગતા ચાર રસ્તા પર થોડી વાર માટે ટ્રાફિક જામ થતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. જેથી રામોલ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી ને ટ્રાફિકને ફરીથી પૂર્વવત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો