ઘાટ કરતાં ઘડામણ મોંઘુ!:‘અટલ ટ્રેન’ માટે 48 લાખમાં પાટા લાવ્યા, લગાવવા માટે 3 કરોડ ખર્ચ; 25 ડિસેમ્બર સુધીમાં અટલ ટ્રેન શરૂ કરવા માટે સૂચના અપાઇ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
અટલ એક્સપ્રેસના પાટા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે - Divya Bhaskar
અટલ એક્સપ્રેસના પાટા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે
  • કાંકરિયા લેકફ્રન્ટ પર 25 ડિસેમ્બર સુધીમાં ટ્રેન શરૂ કરવા સૂચના

કાંકરિયા લેકફ્રન્ટ પર અટલ ટ્રેન માટેના પાટા બદલવા માટે મ્યુનિ. દ્વારા રેલવે સત્તાવાળા પાસેથી રૂ. 48 લાખમાં પાટા ખરીદ્યા હતા. આ પાટા લગાવવા માટે મ્યુનિ.ને 3 કરોડ જેટલો ખર્ચ થવાની શક્યતા છે. આ કામને રિક્રીએશન એન્ડ કલ્ચરલ કમિટીએ મંજૂર કર્યું છે. અટલ બિહારી બાજપાઇના જન્મદિન 25 ડિસેમ્બર પહેલા અટલ ટેન ફરીથી શરૂ કરી દેવા માટે પણ તૈયારી કરવામાં આવી છે.

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે અટલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા બાળકોનું મનોરંજન કરવામાં આવે છે. આ ટ્રેન ખાનગી ઓપરેટરને ચલાવવા માટે સોંપવામાં આવે છે. જોકે આ ટ્રેનના પાટા ખરાબ થઇ જતાં મ્યુનિ.ના ખર્ચે નવા પાટા નાંખી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે માટે મ્યુનિ.એ રેલવે પાસેથી 48 લાખામાં પાટા ખરીદ્યા હતા. પોણા ત્રણ કિલોમીટરના આ રૂટમાં પાટા લગાવવાની કામગીરી પાછળ રૂ. 3 કરોડ જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

65 વર્ષથી ‌વધુ વયનાને સ્વીમિંગ પુલમાં એન્ટ્રી આપવા માટે વિચારણા
સ્વીમિંગ પુલમાં હાલ માત્ર 65 વર્ષથી ઓછી ઉંમરના લોકોને જ પ્રવેશ અપાય છે. તેમણે કોરોનાની રસીના બે ડોઝ લીધા છેકે કેમ? તેની પણ તપાસ થાય છે. સ્વીમિંગ માટે આવતાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ મળે તે અંગે રિક્રીએશન કમિટી સરકારને રજૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...