તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાલશે વડાપ્રધાન:12 માર્ચના રોજ દાંડીયાત્રાને લઈ સુભાષબ્રિજ સર્કલથી વાડજ, આશ્રમ રોડ, પાલડી, NID થઈ જમાલપુર બ્રિજ રોડ બંધ રહેશે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાડજ સર્કલની ફાઈલ તસવીર - Divya Bhaskar
વાડજ સર્કલની ફાઈલ તસવીર
  • 12 માર્ચના રોજ સુભાષબ્રિજથી ગાંધી આશ્રમ, વાડજ સર્કલ સુધીનો રસ્તો સવારે 7થી બપોરે 3 સુધી બંધ રહેશે.
  • વૈકલ્પિક માર્ગ તરીકે વાડજ અને આશ્રમ રોડ તરફ જવા માટે વાડજ કટથી રિવરફ્રન્ટ વેસ્ટ રોડથી જઈ શકાશે

આગામી 12 માર્ચના રોજ દાંડીયાત્રા દિવસની ઉજવણી થવાની છે. આ દાંડીયાત્રા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવી અને યાત્રામાં ભાગ પણ લેવાના છે. ત્યારે લોકોને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ 12 માર્ચના રોજ સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ, વાડજ સર્કલ સુધીનો રસ્તો સવારે 7થી બપોરે ત્રણ વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. વૈકલ્પિક રોડ તરીકે RTO સર્કલથી રાણીપ ટી થઈને નવાવાડજ પોલીસ ચોકી થઈ અને વાડજ સર્કલ તરફ જઈ શકશે.

વાહનોની અવર-જવર માટે કયો રૂટ ખૂલ્લો રહેશે તેનો નક્શો
વાહનોની અવર-જવર માટે કયો રૂટ ખૂલ્લો રહેશે તેનો નક્શો

વાડજથી પાલડી સુધીનો રૂટ બંધ રહેશે
જયારે અન્ય જાહેરનામા મુજબ બપોરે 11 વાગ્યાથી વાડજ સર્કલથી ઈન્કમટેક્સ બ્રિજ, નેહરુબ્રિજ, એલિસબ્રિજ, વીએસ હોસ્પિટલ, પાલડી ચાર રસ્તા, પાલડી ચાર રસ્તાથી NID રોડ સંપૂર્ણપણે તથા જમાલપુર બ્રિજ નીચે થઈ બહેરામપુરા મેલડી માતા મંદિર રોડ તરફ થઈ દાણીલીમડા ચાર રસ્તા સુધીનો એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. પદયાત્રા જેમ જેમ આગળ વધશે તેમ પોલીસ દ્વારા ડાયવર્ઝન દૂર કરવામાં આવશે અને રોડ ખુલ્લા કરવામાં આવશે.

પીએમના આગમનને પગલે કયા રસ્તાઓ બંધ રહેશે?
પીએમના આગમનને પગલે કયા રસ્તાઓ બંધ રહેશે?

રિવરફ્રન્ટ વેસ્ટ રોડથી વાડજ અને આશ્રમ રોડનો વૈકલ્પિક માર્ગ
વૈકલ્પિક માર્ગ તરીકે વાડજ અને આશ્રમ રોડ તરફ જવા માટે વાડજ કટથી રિવરફ્રન્ટ વેસ્ટ રોડથી જઈ શકાશે. જમાલપુર તરફ જવા માટે એલિસબ્રિજ પરથી વિક્ટોરિયા ગાર્ડન, ખમાસા અને આસ્ટોડિયા થઈ જમાલપુર જઇ શકાશે. જ્યારે ગીતા મંદિરથી મજૂરગામ થઈ ભુલાભાઈ પાર્ક, શાહઆલમ થઈ અને દાણીલીમડા ચાર રસ્તા તરફ જઈ શકાશે.

10 વાગ્યે સાબમતી આશ્રમ પહોંચશે પીએમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અમદાવાદ આવશે અને 10 વાગ્યાની આસપાસ ગાંધી આશ્રમ જશે. ત્યાં તેઓ કઈ કઈ જગ્યાએ જશે તે માટેની તૈયારીની આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેના કારણે આજે મોટાભાગની જગ્યાઓનું નિરીક્ષણ SPG અને અન્ય સ્થાનિક પોલીસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધી આશ્રમમાં નરેન્દ્ર મોદી 10 વાગ્યા આસપાસ પહોંચશે જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે. બાદમાં હૃદય કુંજ જશે જ્યાં તેઓ રેંટિયો કાંતે તેવી શકયતા છે જે માટે એક મહિલા ત્યાં હાજર રહશે. નરેન્દ્રમોદી ત્યાર બાદ ચાલતા દાંડીબ્રિજ પર જશે જ્યાંથી તેઓ પ્રતીકાત્મક દાંડી યાત્રા શરૂ કરશે.