તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ધોળકાની ચીરીપાલ કંપની તરફથી લાંચની ઓફર અને ધમકીના મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અને ટીએચઓ સાથે મળીને ફરિયાદ કરવાના બદલે કંપનીને લાભ થાય તેવું વર્તન કરે છે

ધોળકાની ધારી ખાતે આવેલી ચીરીપાલ કંપનીના અધિકારી તરફથી લાંચની ઓફર અને ધમકીના મામલે સ્થાનિક પ્રાંત ઉપરાંત જિલ્લાના આરોગ્ય અધિકારીઓ ભીનું સંકેલવા પ્રયાસ કરી રહ્યા છે. પ્રાંત અને ટી.એચ.ઓએ સાથે મળીને કામ કરવાના બદલે કંપનીને લાભ થાય તેવું વર્તન કરી રહ્યા છે. જિલ્લા સી.ડી.એચ.ઓ અને ડીડીઓ પણ ચૂપકીદી સેવી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં જિલ્લા કલેકટર અજાણ હોવાથી રજૂઆતની રાહ જોઈ રહ્યા હોવાનો કોંગ્રેસે ટોણો માર્યો હતો.

ધોળકાના પ્રાંત રાજુભાઈ આહિરે કહ્યું કે, ટી.એચ.ઓનો વ્યક્તિગત મામલો હોવાથી તેમણે ફરિયાદ કરવી પડે. જવાબમાં મહિલા ટી.એચ.ઓ મુનીરાએ કહ્યું કે, મારો વ્યક્તિગત મામલો નથી. આ અંગે પ્રાંત લેખિત આપે તો હું ફરિયાદ કરીશ. ધોળકાની ચીરીપાલ કંપની માં આઠ જેટલા પોઝિટિવ કેસ આવતા પેટા કંપની સીઆઈએલ અને કોલોની કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાઇ હતી. જે રદ કરવા માટે ચીરીપાલ કંપનીના બે અધિકારીઓએ ધોળકાની મહિલા આરોગ્ય અધિકારી મુનીરાને લાંચની ઓફર કરી હતી. જે નહીં સ્વીકારતાં ધમકી આપી હતી.

અગાઉ સ્થાનિક પ્રાંત રાજુભાઈ આહિરે કહ્યું હતું કે, પોલીસ ફરિયાદ માટે સ્થાનિક પોલીસ અધિકારી સાથે ચર્ચા ચાલે છે. પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયો ન હતો. ઊલટાનું આ મામલો મહિલા આરોગ્ય અધિકારીનો વ્યક્તિગત હોવાનું જણાવી ફરિયાદ કરવાની જવાબદારી તેમના પર નાખી દીધી હતી. જવાબમાં મહિલા અધિકારી મુનીરા એ કહ્યું કે, આ મામલો મારો પર્સનલ નથી. હું નોકરી પર હાજર હતી. ત્યારે થયો છે. જેથી એ ઓફિસીયલી મામલો કહેવાય. પ્રાંત અધિકારી વ્યક્તિગત મામલો હોવાનું લેખિતમાં આપશે તો હું ફરિયાદ કરીશ. પ્રાંત અધિકારીને આપેલા પત્રમાં ચીરીપાલ ના અધિકારીનો મોબાઈલ નંબર પણ છે. આમ છતાં પોલીસ તે અધિકારીના મોબાઇલ ડેટા કઢાવતી આવતી નથી. તે અધિકારીની હજી સુધી પૂછપરછ પણ કરી નથી. પ્રાંત દ્વારા આવી કોઈ સુચના પણ અપાઈ નથી.

જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્ય મનીષ મકવાણા એ કહ્યું કે, ચીરીપાલ કંપની તરફથી દબાણ હોવાથી પ્રાંત રાજુ આહીર કોઈ ફરિયાદ કરવાના નથી. ફરિયાદ ની જવાબદારી મહિલા આરોગ્ય અધિકારી ઉપર થોપી દઈ પોતે છટકી ગયા છે. જિલ્લાના સી.ડી.એચ.ઓ શિલ્પા યાદવ અને ડીડીઓ અરુણ મહેશ બાબુ પણ ચૂપકીદી સેવી રહ્યા છે. ચીરીપાલ કંપની સામે પગલાં ભરવામાં ઉચ્ચ અધિકારીઓ ગભરાય છે. ભાજપના કેટલાક ધારાસભ્યો અને મંત્રીનું પણ દબાણ હોવાથી અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ તમાલ

અન્ય સમાચારો પણ છે...