તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:અમદાવાદમાં બુધવારે વેક્સિનેશન અભિયાન પર બ્રેક, શહેરમાં મંગળવારે 400 કેન્દ્ર પર 31521 લોકોને વેક્સિન અપાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 18થી 44 વય જૂથના 14,648 અને 45 વર્ષ ઉપરના 11,933 લોકોને વેક્સિન અપાઈ
  • 60 વર્ષથી ઉપરના 3023 લોકો અને સુપર સ્પ્રેડર કેટેગરીમાં 1048 લોકોને વેક્સિન અપાઈ
  • ગત શનિવારે અત્યાર સુધીનું સૌથી વધુ રેકોર્ડ બ્રેક 44,540 લોકોને વેક્સિનેશન કરાયું

કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રાજ્યમાં સરકારે વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે. પરંતુ અમદાવાદ સહિત રાજ્યમાં આવતીકાલે બુધવારે કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવશે નહી. અમદાવાદ શહેરમાં લોકો દરરોજ સવારથી વેક્સિનેશન કેન્દ્ર પર લાઈનો લગાવે છે, પરંતુ કેન્દ્ર પર વેક્સિન મર્યાદિત સ્ટોકમાં જ આપવામાં આવે છે. એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આવ્યો છે. અમદાવાદ શહેરમાં 400 જેટલા વેક્સિનેશન કેન્દ્રો ઉપર વેક્સિન આપવામાં આવે છે. શહેરમાં મંગળવારે 31521 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

હાલની સ્થિતિએ દિવાળી સુધી દરેક અમદાવાદીને પહેલો ડોઝ મળવો મુશ્કેલમંગળવારે 18થી 44 વય જૂથના 14,648 અને 45 વર્ષ ઉપરના 11,933 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના માત્ર 3023 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી. સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવતા 1048 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી 18,242 જેટલા સુપર સપ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. રાજ્યમાં હવેથી એક દિવસ વેક્સિન બંધ રહેતા દિવાળી સુધીમાં દરેક અમદાવાદી વેક્સિનનો પહેલો ડોઝ મેળવશે તેવો ટાર્ગેટ પૂરો નહીં થાય.

શહેરમાં 3 જુલાઈએ રેકોર્ડબ્રેક વેક્સિનેશન થયુંઅમદાવાદમાં 100 ટકા વેક્સિનેશન માટે મ્યુનિસિલ કોર્પોરેશને આયોજન હાથ ધર્યું છે. શહેરમાં ગત શનિવારે અત્યાર સુધી સૌથી વધુ રેકોર્ડ બ્રેક 44,540 નાગરિકોને રસી આપવામાં આવી હતી. અગાઉ 24 જૂને 41,887ને રસી આપવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર તરફથી રસીનો પૂરતો જથ્થો ન મળવાના કારણે રસીના મહાઅભિયાન પર અસર પડી હતી. અત્યાર સુધી શહેરમાં કુલ 5 લાખ લોકોને રસી આપવામાં આવી છે. રવિવારે પણ વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે. વિવિધ કેન્દ્રો પરથી 25 હજારને રસી આપવામાં આવશે. અનેક સેન્ટરો પર રસી માટે લાંબી લાઈનો જોવા મળી હતી.

મમતા દિવસે બાળકોનું વેક્સિનેશન ન થતું હોવાનું કારણ આગળ ધરાયુંઅમદાવાદ સહિત રાજ્યમાં આવતીકાલે બુધવારે કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવશે નહી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ મુજબ મમતા દિવસે બાળકોનું રસીકરણ થઈ શકતુ નથી. જેથી દર બુધવારે કોરોના વેક્સિન હવે આપવામાં આવશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું છે. જો કે સરકાર પાસે વેક્સિનનો મર્યાદિત સ્ટોક હોવાના કારણે આ મમતા દિવસના નામે એક દિવસ વેક્સિન બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી મુજબ આવતીકાલે કોરોના વેક્સિનેશન બંધ રહેશે. હવે દર અઠવાડિયે એક દિવસ વેક્સિન બંધ રહેવાથી અમદાવાદમાં વેક્સિન ઉપલબ્ધ નહી હોય.