ભાસ્કર ઇનસાઇટ:રણમાં જીતે તે શૂર; 9 ધારાસભ્ય છથી વધારે વખત તો 18 ધારાસભ્ય પાંચ ટર્મ સુધી ચૂંટાયેલા છે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોહનસિંહ રાઠવા - Divya Bhaskar
મોહનસિંહ રાઠવા
  • ત્રણ કે વધુ સમયથી ચૂંટાતા 62 ધારાસભ્યોને કોઇ લહેર નથી નડતી, આ ચૂંટણીમાં ખેલ થશે
  • આ ઉમેદવારોને ટિકિટ મળે તો સામે નવા ઉમેદવારને ઉભો કરવો પડકાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ડિસેમ્બર મહિનામાં બે તબક્કામાં મતદાન યોજાશે. મંગળવારે કોંગ્રેસના પીઢ નેતા અને 10 ટર્મ સુધી ધારાસભ્ય મોહનસિંહ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા છે. તેઓ સૌથી વધુ સમય સુધી ધારાસભ્ય પદે રહેવાનો રેકોર્ડ ધરાવે છે. રાજ્યમાં એવા કુલ 62 ધારાસભ્ય છે જે 3 વખત કે તેથી વધુ સમયથી ચૂંટાઈને આવેલા છે. આ 62 ધારાસભ્ય પૈકી એક ધારાસભ્ય 10 વાર, 3 ધારાસભ્ય 7 વખત, 5 ધારાસભ્ય 6 વખત ચૂંટાઇને આવેલા છે. 18 ધારાસભ્ય એવા છે જે 5 ટર્મ, 15 ધારાસભ્ય 4 ટર્મ જ્યારે 20 ધારાસભ્ય 3 ટર્મ જીતેલા છે.

આ 62 ધારાસભ્ય કુલ વિધાનસભા સભ્યોના ત્રીજા ભાગ જેટલા છે. જેમાં ભાજપના 41, કોંગ્રેસના 20 અને બીટીપીના 1 ધારાસભ્ય છે. બીટીપીના છોટુભાઈ વસાવા સાત વાર ચૂંટાઈને આવ્યા છે, તે આ વખતે ચૂંટણી લડવાના નથી. તેવામાં આ ઉમેદવારો સામે કોઈ નવા ઉમેદવારને ઉભા કરવા તે હકીકતમાં એક મોટો પડકાર હશે. બીજી બાજુ આ ઉમેદવારો ચૂંટણીમાં હારજીતમાં એક મોટો ભાગ ભજવશે તે નક્કી છે.

નવરત્ન : આ ધારાસભ્યો છ કે એથી વધારે વખત જીતેલા છે

મોહનસિંહ રાઠવા
રાજ્યમાં સૌથી વધુ 10 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને માત્ર એક જ વાર હાર્યા હતા. 1972-2007 સુધી જેતપુરથી ચૂંટણી લડતા હતા, ત્યારે 2012-17 છોટાઉદેપુરથી ચૂંટણી લડ્યા હતા. 1995થી 2017 સુધી કોંગ્રેસમાં ચૂંટણી લડતા હતા.

યોગેશ પટેલ
સાત વાર ચૂંટણી લડી જીત્યા હતા. 1990-2007 સુધી વડોદરાની રાવપુરા બેઠક બાદ 2012-17 માંજલપુરથી લડ્યા હતા. 1990માં જનતાદળથી શરૂઆત કરી હવે ભાજપમાં છે.

પબુભા માણેક
સાતેય વાર જીતેલા છે. 1990થી 2017 સુધી દ્વારકા થી જીતતા આવી રહ્યા છે. 1990થી 98 અપક્ષ, 2002 કોંગ્રેસ, ત્યારબાદ 2007થી 2017 સુધી ભાજપથી ચૂંટણી લડેલા છે.

છોટુભાઈ વસાવા
ઝઘડીયા થી 7 વાર ધારાસભ્ય. ફક્ત એકવાર 1985માં તેઓ હાર્યા હતા. 1990માં જનતાદળ, 1995માં અપક્ષ, 1998 જનતા દળ, 2002-12 જેડી(યુ) અને 2017માં બીટીપી .

મધુભાઈ શ્રીવાસ્તવ
સતત 6 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 1985-90માં હાર્યા . 1985માં બરોડા સીટી બેઠક પરથી લડ્યા હતા, ત્યારબાદ સતત વાઘોડીયાથી લડી રહ્યા છે.

નીતિન પટેલ
1990થી 2017 સુધી ભાજપમાંથી લડ્યા. 6 વાર ધારાસભ્ય. 2002માં હાર્યા હતા. 1990થી 2007 સુધી કડી બેઠક અને 2012-17 મહેસાણા થી ચૂંટણી લડેલા છે. આ વખતે તેઓ નહીં લડે.

કેશુભાઈ નકરાણી
6 વાર ભાજપના ઉમેદવાર તરીકે ગારિયાધારથી ધારાસભ્ય રહ્યા. 1995થી 2007 સુધી સિહોર, 2012 અને 2017 ગારિયાધાર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

પુંજાભાઈ વંશ
ઉનાથી 6 વાર ધારાસભ્ય. ફકત 2007માં ચૂંટણી હાર્યા હતા. 1990માં જનતાદળ, ત્યારબાદ સતત 1995થી 2017 સુધી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

નિરંજન પટેલ
પેટલાદ બેઠક પરથી 6 વાર ધારાસભ્ય. 2002માં ચૂંટણી હાર્યા હતા. 1990માં જનતાદળના ઉમેદવાર, ત્યારબાદ 1995થી 2017 સુધી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

24 વર્ષથી 46 બેઠકોમાં એક પક્ષની જીત, ભાજપની 31
1998થી 2017 વચ્ચે વિધાનસભા ચૂંટણીઓમાં 46 બેઠકો એવી છે કે જ્યાં 24 વર્ષથી જીતનાર પક્ષ બદલાયો નથી. કોંગ્રેસ પાસે આવી 14 બેઠકો છે જ્યારે ભાજપ પાસે આવી 31 બેઠકો છે. એક આવી બેઠક છોટા ઉદેપુરની BTP પાસે છે. કોંગ્રેસની આ 14 બેઠકો આદિવાસી અને ગ્રામીણ વિસ્તારની છે અને ભાજપની 31 બેઠકો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરી વિસ્તારોની છે.

આ બધા નેતા રહ્યા છે 5 ટર્મ સુધી ધારાસભ્ય

નામપક્ષબેઠક
રમણલાલ પાટકરભાજપઉમરગામ

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ભાજપધોળકા
પરબતભાઈ પટેલભાજપથરાદ
રાઘવજી પટેલભાજપજામનગર રૂરલ
દિલીપકુમાર ઠાકોરભાજપચાણસમા
આત્મારામ પરમારભાજપગઢડા
કૌશિક પટેલભાજપનારણપુરા
જેઠાભાઈ આહીરભાજપશહેરા
પંકજભાઈ દેસાઈભાજપનડીયાદ

પરસોત્તમભાઈ સોલંકી

ભાજપભાવનગર રૂરલ
સૌરભ પટેલભાજપબોટાદ
વાસણભાઈ આહીરભાજપઅંજાર
સી.કે.રાઉલજીભાજપગોધરા
રાજેન્દ્રસિંહ ચાવડાભાજપહિંમતનગર

સુખરામભાઈ રાઠવા

કોંગ્રેસજેતપુર
કુંવરજી બાવળિયાભાજપજસદણ

ડૉ.અનિલ જોશીયારા

કોંગ્રેસભીલોડા
રાજેન્દ્રસિંહ પરમારકોંગ્રેસબોરસદ

(સ્ત્રોત: ત્રિવેદી સેન્ટર ફોર પોલિટિકલ ડેટા)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...