કાર્યવાહી:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના 15 મોબાઈલ સાથે બે રીઢા ચોર દબોચ્યા, ઘરફોડ ચોરી, ફોન સ્નેચિંગના 50થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ફોન સ્નેચિંગ, ઘરફોડ ચોરી તથા મંદિરની દાનપેટીમાં ચોરી સહિત 50થી વધુ ગુના આચરનારા બે પકડાયા
 • યુવકો પાસેથી ચોરીના 15 ફોન, બે ટુ-વ્હીલર, સોનાની ચેઈન, વીંટી મળીને કુલ 2 લાખથી વધારેનો મુદ્દામાલ મળ્યો

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જેમાં મોબાઈલ ફોન સ્નેચિંગ, ઘરફોડ ચોરી તથા મંદિરની દાનપેટીમાં ચોરી સહિત 50થી વધુ ગુના આચરનારા બે આરોપીઓ પકડાયા છે. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચને તેમની પાસેથી ચોરીના 15 ફોન, બે ટુ-વ્હીલર, સોનાની ચેઈન, વીંટી મળીને કુલ 2 લાખથી વધારેનો મુદ્દામાલ મળી આવ્યો હતો. હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોબાઈલ સ્નેચિંગ કરનારા બે આરોપીઓ પકડાયા
ઘટનાની વિગતો મુજબ 3 એપ્રિલે ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફના એ.એસ.આઈ નારસિંહ મલુસિંહ, હે.કો. મેહુલકુમાર જયંતિલાલ તથા હે.કો.નરેન્દ્રસિંહ શિવઅધારસિંહને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે શાહઆલમ દરવાજા ત્રણ રસ્તા પાસેથી નીકળતા સોહેલ અને મુસ્તફા નામના બે યુવકો તથા એક કિશોરને રોકીને પૂછપરછ તથા તેમની તપાસ કરાઈ હતી. આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન 15 મોબાઈલ ફોન, સુઝુકી બર્ગમેન, એક્ટિવા, સોનાની વીંટી, ચેઈન તથા રોકડ મળીને કુલ રૂ.2,12,050ની મત્તાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આરોપીઓએ 50થી વધુ ગુનાઓ કર્યાનું કબૂલ્યું
મુદ્દામાલ તેમણે ચોરી અને છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા તેમની વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ 102 મુજબ મુદ્દામાલને કબજે લઇને સી.આર.પી.સી. કલમ 41(1)ડી મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ આરોપીઓની પૂછપરછ તપાસ દરમિયાન અમદાવાદ શહેરનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોના 50થી વધુ ઘરફોડ, વાહનચોરી, મોબાઈલ સ્નેચીંગના ગુનાઓ આચરેલા હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ ઓફિસની તસવીર
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ ઓફિસની તસવીર

આરોપીઓનો પહેલાથી ગુનાહિત ઈતિહાસ
પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી નં.1 સોહેલ ઉર્ફે બાંસડો 2020માં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પકડાયેલો છે. બંને આરોપીઓ 2021માં પાલડી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચીંગના ગુનામાં પકડાઈ ચુક્યા છે. તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર 2020માં પાલડી પોલીસ સ્ટેશનમાં સાયક્લ ચોરીમાં તથા વાસણા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં પકડાયેલ છે. તેમજ તાજેતરમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આણંદજી કલ્યાણજી જૈન બ્લોકમાં રહેતા એન.આર.આઈ. સીનીયર સીટીઝનના ઘરમાં ઘુસી મરચાની ભુકી નાંખી તેઓને બાંધી દર દાગીના તથા સરસામાનની લુંટમાં પકડાયેલો છે.

આરોપીઓ પાસેથી કયા કયા ફોન મળ્યા?

 • રિયલ મી કંપનીનો 31 DIAMOND મોબાઈલ કિ.રૂ.7000
 • સેમસંગ J7 max મોબાઈલ કિ.રૂ.5000
 • ઓપ્પો કંપનીનો F9 મોડલનો મોબાઈલ કિ.રૂ.5000
 • Mi કંપનીનો મોબાઈલ કિં.રૂ.5000
 • ઓપ્પો કંપનીનો A5 મોડલનો મોબાઈલ કિ.રૂ.5000
 • રેડ મીકંપનીનો NOTE-9 PRIME મોબાઈલ કિ.રૂ.7000
 • સેમસંગ કંપનીનો J4 મોડલનો મોબાઈલ કિ.રૂ.5000
 • વીવો કંપનીનો 1724 મોડલનો મોબાઈલ કિ.રૂ.5000
 • વીવો કંપનીનો Y11 મોડલનો મોબાઈલ કિ.રૂ.5000
 • ટેકનો કંપનીનો IN5 મોડલનો મોબાઈલ કિં.રૂ.3000
 • એપલ કંપનીનો iphone A-1530 મોડલનો કિ.રૂ.6000
 • ઓપ્પો મોબાઈલ ફોન કિં.રૂ.3000
 • ઓપ્પો મોબાઈલ ફોન કિં.રૂ.5000
 • ઓપ્પો કંપનીનો A5 2020 મોડલનો મોબાઈલ ફોન કિં.રૂ.5000
 • રિયલ મી કંપનીનો મોબાઈલ ફોન કિં.રૂ7000