અમદાવાદના પૂર્વ વિસ્તારમાં યુવતીને તેનો બોયફ્રેન્ડ સંબંધ પુરા કરી દીધા હોવા છતાં પણ તેને અવારનવાર હેરાન કરતો હતો. જેથી કંટાળેલી મહિલાએ મહિલા હેલ્પ લાઈન અભ્યમની મદદ લીધી હતી. બોયફ્રેન્ડે પોતે અપરણિત હોવાનું કહી અને તેની સાથે સંબંધ રાખ્યા હતા. પરંતુ પાછળથી યુવતીને જાણ થઈ હતી કે બોયફ્રેન્ડ પરણિત છે અને સંતાનોનો પિતા છે. જેથી તેણે સંબંધ તોડી નાખ્યા હતા. પરંતુ તેમની અંગત પળોના ફોટો વીડિયો બોયફ્રેન્ડ પાસે હતા.
અંગત પળોના વીડિયો અને તસવીરો વાઈરલ કરવાની ધમકી આપી
છેલ્લા નવ વર્ષથી તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. યુવતીએ સંબંધ તોડી નાખી અને અન્ય યુવક સાથે સગાઈ કરી લીધી હતી. છતાં પણ તેને હેરાન પરેશાન કરતા યુવતીએ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમ યુવક પાસેથી ફોટા વીડિયો ડિલિટ કરાવી અને હવેથી તેને હેરાન પરેશાન ન કરે તેવી લેખિતમાં બાહેધરી લીધી હતી.
એકવાર થયેલી સગાઈ તોડાવી દીધી હતી
આ સમયગાળા દરમિયાન લીધેલા ફોટો વીડિયો બતાવી અને બ્લેકમેલ કરી છેલ્લા નવ વર્ષથી તેનો બોયફ્રેન્ડ સંબંધ રાખતો હતો. યુવતીની જ્યાં સગાઈ થઈ હતી, ત્યાં તેણે સગાઈ પણ તોડાવી નંખાવી હતી. યુવતી હવે યુવક સાથે પોતાના સંબંધ તોડી અને અન્ય યુવક સાથે સગાઈ થતાં ત્યારે બોયફ્રેન્ડે આ રીતે હેરાન પરેશાન કરતા મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇન યુવકને સમજાવ્યો હતો કે, આ રીતે જબરજસ્તી કોઈની સાથે સંબંધ ન રાખી શકાય અને જે પણ ફોટો વીડિયો હતો, તે તેના મોબાઈલ માંથી ડિલિટ કરાવ્યા હતા. યુવક પાસેથી હવેથી યુવતીને હેરાન પરેશાન નહીં કરે તેવી લેખિતમાં બાહેધરી પણ લીધી હતી. યુવતીએ આ રીતે મદદ બદલ મહિલા હેલ્પલાઇનનો આભાર પણ માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.