પ્રેમી પંખીડાઓ ભાગી ગયા:અમદાવાદમાં રાત્રે 15 વર્ષની કિશોરીને મળવા બોયફ્રેન્ડ આવ્યો, પિતા જાગી જતા બોયફ્રેન્ડ સાથે ગાંધીનગર ભાગી ગઈ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તરમાં એક સગીરાને મળવા તેનો બોયફ્રેન્ડ રાતે ઘરે આવ્યો હતો. વહેલી સવારે દીકરીને કોઈની સાથે વાતો કરતી સાંભળીને પિતાની ઉંઘ ઉડી ગઈ હતી. જેને પગલે સગીરા ડરી ગઈ અને બોયફ્રેન્ડ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. ત્યાર બાદ પ્રેમી પંખીડા ગાંધીનગરના ગાર્ડનમાં એક દિવસ અને રાત બેસી રહ્યા હતા. તો બીજી તરફ દીકરી ભાગી જતા પરિવારે પોલીસને જાણ કરી તો પોલીસે ટેકનિકલ સપોર્ટથી બન્નેને ગાંધીનગરથી અમદાવાદ લઈ આવ્યા છે. હાલ આ આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

‘મારા ઘરે બધા સુઈ જાય પછી મળીશું’
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના કૃષ્ણનગરમાં 15 વર્ષની નિશા (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. નિશાની બીજી બે બહેન છે. નિશા પોતાના ઘરે રાતે સૂતી હતી ત્યારે પ્રેમી રાજીવે (નામ બદલ્યું છે) ફોન કર્યો અને કહ્યું તું મને મળવા આવ. અગાઉ પણ રાજીવ ફોન કરીને નિશાને કહેતો હતો કે જો તું મને નહિં મળે તો હું હાથ પર બ્લેડ મારી દઈશ .જેથી ગભરાઈને નિશાએ તેને કહ્યું કે મારા ઘરે બધા સુઈ જાય પછી મળીશું.

સગીરા ગભરાઈને પ્રેમી સાથે ભાગી ગઈ
ત્યાર બાદ રાતે રાજીવ નિશાના ઘરે પહોંચી ગયો અને નિશા પણ નીચે આવી અને બન્ને વાતો કરવા લાગ્યા હતાં. આ દરમિયાન નિશાના પિતા જાગી ગયા હતાં. જેથી નિશા ગભરાઈ ગઈ અને અહિંથી ક્યાંક જતા રહેવા કહ્યું એટલે બંન્ને ત્યાંથી નીકળી ગયા. બન્ને ત્યાંથી ગાંધીનગર પહોંચી ગયા હતાં. જ્યાં તેઓ આખો દિવસ અને રાત ગાર્ડનમાં રહ્યા હતા.

બીજી તરફ નિશાના પરિવારજનોએ કૃષ્ણનગર પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમને ગાંધીનગરથી શોધી કાઢ્યા હતાં. હાલ આ પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.