વિજિલન્સની તવાઈ:ચૂંટણી પૂર્વે ઈનામી વોન્ટેડ બુટલેગર ઝડપાયો, લિસ્ટેડ અન્ય હજી રડારમાં?

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2019થી પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ હતો પિન્ટુ બારડોલી
  • ગુનેગાર વિરુદ્ધ રૂપિયા 25000નું ઇનામ પણ જાહેર કરાયુ હતું
  • લિસ્ટેડ નાના-મોટા બુટલેગરોની શોધખોળ હાથ ધરી

દક્ષિણ ગુજરાતના મોટા ગજાના કહેવાતા બુટલેગરને સ્ટેટ્સ ઝડપી પાડ્યો છે. પીન્ટુ બારડોલીના નામથી જાણીતો બુટલેગર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટો દારૂનો સપ્લાયર હોવાનું માનવામાં આવે છે. તેની સામે તાજેતરમાં જ 25,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે હાલ પીન્ટુ બારડોલીને પકડીને તેની આખી કનેક્શન શોધવા માટેના પ્રયાસો હાથ ધાર્યા છે. બીજી તરફ ચૂંટણી દરમિયાન પીન્ટુ બારડોલી ક્યાંય દારૂ સપ્લાય કરવાનું હતું કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચૂંટણીને પગલે પોલીસ વિભાગે કમરમસી
ગુજરાતમાં આવનાર દિવસોમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીને પગલે પોલીસ વિભાગે કમરમસી લીધી છે. ત્યારે ચૂંટણી પહેલા જ વિજિલન્સએ એક ઈનામી વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો. વોન્ટેડ બુટલેગર પિન્ટુ બારડોલી વર્ષ 2019 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો અને ગુનેગાર વિરુદ્ધ 25 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, હવે વિજિલન્સની કાર્યવાહીથી લિસ્ટેડ બુટલેગરોમા ફફડાટ વ્યાપી ગયો છે.

છેલ્લા ચારેક વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ
સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે બારડોલીના બાલાજી કોમ્પલેક્ષમાં આવેલી એક મેડિકલ સ્ટોરમાં પીન્ટુ ઉર્ફે પીન્ટુ બારડોલી આવવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી અને કુખ્યાત બુટલેગર પીન્ટુ બારડોલી આવતા પોલીસે તેને દબોચી લીધો હતો. છેલ્લા ચારેક વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ એવો આ પીન્ટુ બારડોલી સ્થાનિક પોલીસને હાથ તાળી આપતો હતો.

સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રાજ્યના વોન્ટેડ બુટલેગરોનું એક ખાસ લિસ્ટ તૈયાર
રાજ્યમાં ગેરકાયદે ચાલતા ધંધાઓને ડામવા સ્થાનિક પોલીસની નિષ્ફળતાને પગલે હવે સ્ટેટ મોનીટરીંગ સેલે કમાન સંભાળી લીધી હોય એમ લાગી રહ્યું છે.ત્યારે રાજ્યમાં દારૂની રેલમછેલના થાય તે માટે રાજ્ય પોલીસ વડા દ્વારા પણ સ્ટેટ મોનીટરીગ સેલ વિભાગને ખાસ સૂચનાઓ આપવામાં આવેલી હતી. જેના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રાજ્યના વોન્ટેડ બુટલેગરોનું એક ખાસ લિસ્ટ તૈયાર કર્યું છે જેમાં પીન્ટુ ઉર્ફે પીન્ટુ બારડોલીનું પણ નામ હતું. આજે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બુટલેગરની ધરપકડ થતાં જ આવનારા નજીકના સમયમાં બીજા અન્ય નાના-મોટા બુટલેગરો પર પણ ગાળીયો કસાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...