તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Both The BJP Candidates For Rajya Sabha Elections Arrived To Fill Up The Forms, State President Patil Gave Mandates To Both The Candidates In The Presence Of In charge Bhupendra Yadav

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારી પત્ર:રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યાં, પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રભારી ભુપેન્દ્ર યાદવની હાજરીમાં મેન્ડેટ આપ્યા

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રદેશ અધ્યક્ષ પાસેથી મેન્ડેટ સ્વીકારતાં દિનેશ પ્રજાપતિ - Divya Bhaskar
પ્રદેશ અધ્યક્ષ પાસેથી મેન્ડેટ સ્વીકારતાં દિનેશ પ્રજાપતિ
  • ભાજપના રામભાઈ મોકરીયા અને દિનેશ પ્રજાપતિએ રાજ્યસભાની ચૂૂંટણી માટે ફોર્મ ભર્યું
  • કોંગ્રેસે ઉમેદવારો નહીં ઉભા રાખતાં ભાજપના બંને ઉમેદવારો બિનહરિફ થયા

આગામી પહેલી માર્ચે રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના બંને ઉમેદવારો આજે ચૂંટણી માટે ફોર્મ ભરવા પહોંચ્યાં છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં બંને ઉમેદવારોને મેન્ડેટ આપ્યાં હતાં. ત્યાર બાદ બંને ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ પણ હાજર રહ્યાં છે.

આ અંગે ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે હું પાર્ટીના નેતાઓનો આભાર માનું છું. પાર્ટીએ મને જે જવાબદારી આપી છે તેને હું નિભાવીશ, મારી સામે જે પ્રશ્નો આવશે તેને હું યોગ્ય સ્થાને રજુ કરીશ. ખેડૂતો અને સાગર ખેડૂતોના મુદ્દાઓ પર હું ભાર આપીશ.સમાજના લોકોના જે મુદ્દાઓ હશે તેનું પણ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશ. હું એક હટકે ઉદાહરણ પુરુ પાડવા માંગું છું. લોકોના હિત માટે કામ કરવા માંગું છું. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે આજે બે સીટ માટે બે ઉમેદવારી પત્રો ભરાયા છે. અમારા બંને ઉમેદવારો વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે. બંને ઉમેદવારોએ આજે સમયસર ફોર્મ ભર્યાં છે.

પ્રદેશ પ્રમુખ પાટીલ પાસેથી મેન્ડેટ સ્વીકારતા રામભાઈ મોકરીયા
પ્રદેશ પ્રમુખ પાટીલ પાસેથી મેન્ડેટ સ્વીકારતા રામભાઈ મોકરીયા

બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજાશે
ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે.રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. 19 ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.

ઉમેદવારી ફોર્મ ભરતા સમયે નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં
ઉમેદવારી ફોર્મ ભરતા સમયે નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં

રામભાઈ ભાજપના સક્રિય આગેવાન છે
રામભાઈ મુળ પોરબંદરના વતની છે.તેમને એક દિકરી અને બે દિકરા છે. તેઓ 1976થી વિદ્યાર્થી પરિષદ, સંઘ પરિવાર અને VHP સાથે જોડાયેલા છે. તેમને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી સાથે ખૂબ જ સારા સંબંધો છે. તેઓ 1978 જનસંઘમાં જોડાયા બાદમાં ભાજપમાં જોડાયા હતાં.1989 નગરપાલિકામાં પ્રથમવાર કાઉન્સિલર બન્યા હતાં. તેઓ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે.તેઓ પોરબંદરમાં ભાજપના અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે.તેમણે પ્રથમ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે 1985માં મારૂતિ કુરિયરની શરૂઆત કરી હતી. તેઓ ખેતી સાથે સંકળાયેલા પણ છે.
દિનેશ પ્રજાપતિ ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ
ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સાચવી લીધું છે. રામભાઈ મોકરીયાની સાથે ઉત્તરગુજરાતમાં ભાજપના આગેવાન તથા ગુજરાત ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ટિકિટ આપી છે. દિનેશ પ્રજાપતિ ડિસાભાજપના આગેવાન છે.

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ તથા કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ સાથે દિનેશ પ્રજાપતિ
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ તથા કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ સાથે દિનેશ પ્રજાપતિ

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો નહી ઊભા રાખે
કોંગ્રેસે ધારાસભ્યોની સભ્ય સંખ્યાને ધ્યાને રાખીને, રાજ્યસભાની બે બેઠક માટે ઉમેદવારો ઊભા નહી રાખવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે, ભાજપે આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરેલા રામભાઈ મોકરીયા અને દિનેશ પ્રજાપતિ, ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે બિનહરીફ વિજેતા જાહેર થશે. રાજ્યસભાની બે બેઠક માટે એક જાહેરનામાને બદલે અલગ અલગ જાહેરનામુ બહાર પાડ્યુ હોવાથી, ઉમેદવાર વિજયી થાય એટલી માત્રામાં મતદાન કરી શકે એટલા ધારાસભ્યો કોંગ્રેસ પાસે નથી. જેના કારણે તેઓ જે કોઈ ઉમેદવાર ઊભા રાખે તેનો હાર નિશ્ચિત હોવાથી, ઉમેદવાર ઊભા નહી રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાંથી રાજ્યસભામાં જનારા કોંગ્રેસના સભ્યની સંખ્યા હવે ઘટીને માત્ર ત્રણ જ થઈ જશે.

દિનેશ પ્રજાપતિએ ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યું હતું
દિનેશ પ્રજાપતિએ ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યું હતું

રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે, આ પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં છે, જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે. કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા સાંસદ છે અને અહેમદ પટેલ સાંસદ હતા, જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ બંને બેઠક પર ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો