બરવાળા લઠ્ઠાકાંડમાં ઘટસ્ફોટ:આરોપી જયેશે 40 હજારમાં કેમિકલ વેચ્યું હતું, તમામ મૃતકોએ કેમિકલ અને પાણીનું મિશ્રણ પીધું હતું

ગાંધીનગર16 દિવસ પહેલા

બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 36 લોકોનાં મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ છે. આ લઠ્ઠાકાંડ મામલે નવો ઘટસ્ફોટ થયો છે. મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ મિથાઈલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીજીપી આશિષ ભાટિયા, એડીજીપી નરસિમ્હા કોમર, નીરજા ગોટરૂ હાજર રહ્યાં હતા.

આ અંગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી જયેશની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપી જયેશે 40 હજારમાં કેમિકલ વેચ્યું હતું. તમામે કેમિકલ અને પાણીનું મિશ્રણ પીધું હતું. માત્ર એટલું જ નહીં જયેશને જાણ હતી કે, મિથેનોલ પીવાથી મોત થાય છે.

કુલ 600 લિટર મિથાઈલ આલ્કોહોલ હતુંઃ રાજ્ય પોલીસ વડા
આશિષ ભાટિયાએ વધુમાં કહ્યું કે, વિસરા લઈ FSLમાં મોકલાશે પછી મૃત્યુનું કારણ સામે આવશે. જયેશે આ મટિરિયલ સંજયને અને સંજયે પછી પીન્ટુને અને પીન્ટુએ ગજુબેનને આપ્યું. કુલ 600 લિટર પ્રવાહી હતું. જેમાંથી 460 લિટર કબ્જે કરવામાં આવ્યું છે. તેમાંથી સેમ્પલ લઈને FSLમાં મોકલવામાં આવ્યું હતું. તેમાં 99 ટકા મિથાઈલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યું હતું. મિથાઈલ આલ્કોહોલ મિક્સ કરીને પીધું હતું.

આ લઠ્ઠાકાંડના પાટનગર સુધી પડઘા પડ્યા છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસવડા સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ સઘન તપાસના આદેશ આપ્યા છે. માત્ર એટલું જ નહીં, બરવાળાના ASI આસમીબાનુની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ફરી બેઠક યોજાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે 7 વાગ્યે બેઠક યોજાશે. બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ હાજર રહેશે.ગૃહ વિભાગના ACS, DGP આરોગ્ય મુખ્ય સચિવ અને આરોગ્ય કમિશ્નર પણ હાજર રહેશે.

રાજ્ય સરકાર કમિટી બનાવશે
આ મામલે રાજ્ય સરકાર કમિટી બનાવશે. કમિટીમાં 4થી વધુ સનદી અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. જેમાં નશાબંધી કમિશ્નર, FSL ડાયરેક્ટર અને એડીજીપી સ્તરના પોલીસ અધિકારીઓ પણ કમિટીમાં રહેશે.

FSL દ્વારા તપાસ શરૂ
એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)એ ઝેરી દારૂમાં કયા કેમિકલનો કેટલો ઉપયોગ થયો હતો એ અંગે તપાસ શરૂ કરી છે. તેની વિગતો પણ મંગળવાર સુધીમાં સામે આવશે એવું મનાઈ રહ્યું છે.

કોંગ્રેસના નેતાઓ બરવાળા જશે
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા પ્રતિનિધિ મંડળ સાથે આજે બરવાળા, રોજિદ અને ભાવનગરની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવશે અને હોસ્ટપિટલની મુલાકાત લેશે.

હોસ્પિટલમાં દાખલ થયેલા લઠ્ઠાકાંડના દર્દીઓ.
હોસ્પિટલમાં દાખલ થયેલા લઠ્ઠાકાંડના દર્દીઓ.

લઠ્ઠાકાંડના મૃતકોની યાદી

1. જયંતીભાઈ રામજીભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા

2. ગગજીભાઈ મોહનભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા

3. બળદેવભાઈ હરજીભાઈ મકવાણા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા

4. હિંમતભાઈ મગનભાઈ વડદરીયા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા

5. કિશનભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.37 ગામ.આકરુ તા.ધંધુકા

​​​​​​​6. ભાવેશભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.27 ગામ.આકરુ તા.ધંધુકા

​​​​​​​7. પ્રવિણભાઈ બાળુભાઈ કુવારીયા ઉ.વ.30 ગામ.આકરુ તા.ધંધુકા

​​​​​​​8. વશરામભાઈ શાંતિભાઈ પરમાર ઉ.વ.30 ગામ.રોજીદ તા. બરવાળા

​​​​​​​9. ઘનશ્યામભાઈ વેરશીભાઈ રાતોજા ઉ.વ.34 ગામ.રોજીદ તા.બરવાળા

​​​​​​​10. શાંતિભાઈ તળશીભાઈ પરમાર ઉ.વ.50 ગામ.રોજીદ તા.બરવાળા

​​​​​​​11. અરવિંદભાઈ માધુભાઈ સિતાપરા ઉ.વ.35 ગામ.ચંદરવા તા.રાણપુર

​​​​​​​12. ઈર્શાદભાઈ ફકીરભાઈ કુરેશી ગામ ચંદરવા, તા. રાણપુર

​​​​​​​13. દિનેશ વહાણભાઈ વીરગામા ઉ.વ.37 ગામ.રોજીદ તા.બરવાળા

​​​​​​​14. ભૂપતભાઈ વીરગામા ગામ રોજીદ

​​​​​​​15. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ઉ.વ.50 રાણપુર ​

લઠ્ઠાકાંડ બાદ હરકતમાં આવેલી પોલીસ.
લઠ્ઠાકાંડ બાદ હરકતમાં આવેલી પોલીસ.

​​​​​​​હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લઠ્ઠાકાંડના દર્દીઓ
1. ચંદુભાઈ કાંતિભાઈ ચેખલીયા ગામ.ઉચડી તા.ધંધુકા

​​​​​​​2. રમેશભાઈ મગનભાઈ વડદરીયા ગામ.અણીયાળી ભીમજી તા.ધંધુકા

​​​​​​​3. મનસુખભાઈ કરશનભાઈ દેત્રોજા ગામ.અણીયાળી તા ધંધુકા

​​​​​​​4. વિપુલભાઈ વિનુભાઈ કાવડીયા ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​5. ટીકાભાઈ ભુપતભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​6. ધુડાભાઈ રણછોડભાઈ બળૉલીયા ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​7. દિપકભાઈ રણછોડભાઈ બળોલીયા ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​8. હિંમતભાઈ મુળજીભાઈ ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​9. વિનુભાઈ હનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​10. દેવજીભાઈ નાનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​11. બળવતભાઈ શાંતિભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​12. અનિલભાઈ બળદેવભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​13. રમેશભાઈ રાજુભાઈ કાવીઠીયા ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​14. વાલજીભાઈ પથાભાઈ ઝાલા ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​15. ભરતભાઈ ભનાભાઈ કાવીઠીયા ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​16. વિક્રમભાઈ ગોરાભાઈ ડાભી ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​17. રાજેશભાઈ વાલજીભાઈ સોલંકી ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​18. ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ વિરગામા ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​19. મુકેશભાઈ હમલભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​20. શંકરભાઈ દિપસંગભાઈ રાઠવા ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​21. સીતાબેન ધેવરસિંહ ચૌહાણ ગામ.રોજીદ.તા.બરવાળા

​​​​​​​22. ભુપતભાઈ લઘરભાઈ વલાણીયા ગામ.ચંદરવા તા.રાણપુર

​​​​​​​23. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ગામ ચંદરવા તા. રાણપુર

​​​​​​​24. શૈલેશભાઈ બાબુભાઈ સિતાપરા ગામ.ચંદરવા તા.રાણપુરનો સમાવેશ થાય છે.

અમદાવાદથી કેમિકલ સપ્લાય થયો, બરવાળાના ચોકડીમાં લઠ્ઠો બન્યો
એટીએસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાંથી કેમિકલ સપ્લાય થયું હતું. બરવાળાના ચોકડી ગામે સપ્લાય થયેલા કેમિકલમાંથી પિન્ટુ નામના વ્યક્તિએ લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ આ લઠ્ઠો બરવાળાના રોજીદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કર્યો હતો. બીજી તરફ હજુ પણ એટીએસ દ્વારા કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા સુધી અને કયા કયા બુટલેગરોને આ લઠ્ઠો વેચવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપ્યા છે. મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જારી કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...