તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફિસમાં દુષ્કર્મ:સોફ્ટવેર કંપનીમાં બોસે એકલતાનો લાભ લઈ 22 વર્ષીય એકાઉન્ટન્ટ પર દુષ્કર્મ આચર્યું, વીડિયો ઉતારી બ્લેકમેઈલિંગ કરતો

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર- બોસે યુવતીના નગ્ન તસવીર અને વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર- બોસે યુવતીના નગ્ન તસવીર અને વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા
  • યુવતી સાથે ઓળખાણ થતાં તેના માતાપિતાને મનાવીને પોતાની કંપનીમાં નોકરી લગાડી હતી
  • સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર આવેલી સોફ્ટવેર કંપનીની ઓફિસમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય એકાઉન્ટન્ટ યુવતી સાથે ઓફિસના બોસ દ્વારા તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. ઓફિસમાં એકલતાનો લાભ લઇ અને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. જેના ફોટો વીડિયો ઉતારી લીધા હતા બાદમાં તેને બ્લેકમેઈલ કરતો હતો. ખોખરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સારા ભવિષ્ય માટે યુવતીના માતાપિતાને મનાવી નોકરીએ લીધી
યુવતી વર્ષ 2019માં દાણીલીમડામાં આવેલી એક કોમ્પ્યુટર ક્લાસીસમાં ટેલિનો કોર્સ શીખવા જતી હતી, ત્યારે તે ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભાવેશ મહેતા નામના યુવક સાથે યુવતી સંપર્કમાં આવી હતી. યુવતીને ટેલિનો કોર્સ પૂરો થઈ જતાં ભાવેશ મહેતાએ તેને પોતાની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરવાની જેમાં 12 હજાર પગાર અને આવવા જવાનું ભાડુ આપવાની ઓફર કરી હતી. જે બાબતે યુવતીએ ઘરે જાણ કરતાં માતાપિતા આનાકાની કરતાં હોવાથી ભાવેશ મહેતા એક દિવસ યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને તેના માતાપિતાને તેના સારા ભવિષ્યની લાલચ આપીને નોકરી કરવા દેવા તેના માતાપિતાને મનાવી લીધા હતા.

પ્રતિકાત્મક તસવીર- બોસે દુષ્કર્મ આચરતા યુવતી અર્ધબેભાન થઈ ગઈ હતી
પ્રતિકાત્મક તસવીર- બોસે દુષ્કર્મ આચરતા યુવતી અર્ધબેભાન થઈ ગઈ હતી

ઓફિસનો દરવાજો બંધ કરી સોફા પર દુષ્કર્મ આચર્યું
જુલાઈ મહિનાથી યુવતી સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર આવેલી સોફ્ટવેર કંપનીમાં નોકરીએ લાગી હતી. બે મહિના સુધી ભાવેશ મહેતાએ તેની પાસે કોઈ જ કામ કરાવ્યું ન હતું. જે બાદ કોમ્પ્યુટરને લગતા ગ્રાહકોના ત્યાં કોઈ ફરિયાદ હોય તો તેના નિકાલ માટે યુવતીને સાથે લઈને જતો હતો. અને તે રીતે તેની નજીક આવતો હતો. એક દિવસ ભાવેશ મહેતા તેને અલગ-અલગ ગ્રાહકોના ત્યાં લઈ જઈ બપોરના સમયે ઓફિસ આવ્યો હતો. ત્યારે કામ કરતી હતી તે દરમિયાન ભાવેશ મહેતાએ ઓફિસનો દરવાજો બંધ કરી યુવતીને સોફા પર સુવડાવી તેની બળજબરીપૂર્વક કપડા ઉતારી દુષ્કર્મ આચર્યુ હતું. યુવતી ભાવેશ મહેતાનાં આ દુષ્કૃત્યથી ગભરાઈ જતાં અર્ધબેભાન થઈ ગઈ હતી.

બદનામ કરવાની અને જાનથી મારવાની ધમકી આપી
યુવતીને ભાન આવતા તેણે દુષ્કર્મ મામલે માતાપિતાને જાણ કરવાનુ કહ્યુ હતું. ત્યારે કંપનીના માલિક ભાવેશ મહેતાએ પોતાનાં ફોનમાં તેના નગ્ન ફોટા તેમજ વીડિયો ઉતારી લીધા છે, અને તે કોઈને વાત કરશે તો બદનામ કરી નાખીશ અને આટલાથી નહી માને તો જાનથી મારી નાખીશે તેવી ધમકી આપી હતી. જેથી તે ગભરાઈ જતા તેણે આ મામલે કોઈને જાણ કરી ન હતી.જે બાદ ભાવેશ મહેતા અવારનવાર યુવતીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરતો હતો. જો કે અંતે કંટાળીને યુવતીએ પોતાના માતાપિતાને તેના માલિકના દુષ્કૃત્ય અંગે જાણ કરતાં ખોખરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે. ખોખરા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ખોખરા પોલીસે બળાત્કારના કેસમાં તપાસ હાથ ધરી છે
ખોખરા પોલીસે બળાત્કારના કેસમાં તપાસ હાથ ધરી છે