તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને છેલ્લા 10 માસથી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં એ માટે તેમને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોના કેસ ધીમે-ધીમે ઘટી રહ્યા છે, જેને પગલે રાજ્ય સરકાર તબક્કાવાર શાળામાં અમુક ધોરણના વર્ગો શરૂ કરી રહી છે. અગાઉ રાજ્ય સરકારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓનો અભ્યાસ શાળામાં શરૂ કરવામાં આવે એ માટે સૂચન કર્યું હતું, ત્યારે આજથી રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે
એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવે છે
મહત્ત્વનું છે કે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી, સાથે વિદ્યાર્થીએ શાળામાં પોતાના વાલીનો સંમતિપત્ર લઈને આવવા માટે સૂચન કરાયું છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શાળાઓને આ વર્ગો શરૂ કરવા માટે SOP પણ બહાર પાડી છે, જેમાં તમામ શાળાએ તકેદારીના ભાગરૂપે તમામ ગાઇડલાઇન્સને અનુસરવું પડશે, સાથે જે વિદ્યાર્થી શાળાએ આવવા ન માગતા હોય એ માટે ઓનલાઇન શિક્ષણ તેમને આપવા માટે સૂચન કરાયું છે, આથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થાય છે, જેમાં લગભગ 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા છે. શાળામાં મહામારીને ધ્યાનમાં રાખીને તેમનું થર્મલગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું અને તેમના વાલીને સંમતિપત્ર સાથે તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ક્લાસરૂમમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે એ માટે એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હતો, સાથે ધોરણ 9થી 12ના વર્ગોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.
શાળામાં અમને સરળતા રહે છે, સારી રીતે સમજી શકીએ: વિદ્યાર્થિની
ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રૂપયતા ચેલાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ખુશ છું કે આજે શાળા શરૂ થઈ રહી છે, અમે છેલ્લા ઘણા મહિનાથી ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરતાં હતાં, પરંતુ એમાં જો કોઈ બાબત અમને ખબર ન પડે તો એને અમે ઓનલાઈન અભ્યાસમાં શિક્ષક સાથે સમજી શકતા ન હતા, પરંતુ હવે શાળામાં આવ્યા છે, અહીં અમે અમારા તમામ ડાઉટ સરળતાથી ક્લિયર કરી શકીશું, સાથે શાળામાં તમામ તકેદારી રાખવામાં આવી છે અને કોરોનાના કેસ પણ ઓછા થયા છે, એટલે મારા પેરન્ટ્સે મને શાળામાં જવાની મંજૂરી આપી છે.
ઓનલાઈન લેકચરમાં નેટવર્ક પ્રૉબ્લેમ વધારે થાય છે: વિદ્યાર્થી
ધોરણ-6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રિયાન્સ પટેલએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓનલાઈન ભણવામાં મજા નથી આવતી. કેટલીકવાર નેટવર્ક જતું રહે તો ભણવાનું છૂટી જાય. શાળામાં ભણવાની સરળતા રહે અને મજા પણ આવે. મારા પેરન્ટ્સે શાળાએ જવાની પહેલા ના પાડી, પણ પછી આવી તકલીફ પડતી હતી એટલે કીધું કે શાળાએ જઈને અભ્યાસ કરો તો કઈ છૂટી ન જાય.
ઘરે ઓનલાઈન ભણ્યા બાદ કંટાળો આવતો હતો: વિદ્યાર્થી
ધોરણ-7માં અભ્યાસ કરતા વિદ્યાર્થી હેત પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓનલાઈન લેક્ચર બાદ અમે ઘરે કંટાળી જતા હતા, હવે શાળામાં ભણીશું, મિત્રો સાથે રમીશું તો મજા આવશે. ઘણા લાંબા સમય બાદ મિત્રો સાથે મળીને ઘણી વાતો પણ કરીશું. કોરોના હજી પણ છે તો તકેદારી પણ રાખવી પડશે. અમને મારા પેરન્ટ્સ અને શિક્ષકોએ કોરોના અંગે જે સૂચના આપી છે એનું પાલન કરીશું.
વિદ્યાર્થીઓને અભ્યાસ સરળતાથી શાળામાં મળી શકે: શિક્ષક
શાળાના શિક્ષક કિંજલ જોષીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમને ઘણો આનંદ થાય છે કે આજે વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા છે. અંદાજિત 40 ટકા વિદ્યાર્થીઓ આવ્યા છે, પણ આવનારા દિવસોમાં આ સંખ્યા વધશે એવી અમને આશા છે. શાળામાં કોરોનાની SOP મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વાલીના સંમતિપત્ર હોય તો જ વિદ્યાર્થીને અમે શાળામાં પ્રવેશ આપીએ છે. એક શિક્ષક તરીકે મારું માનવું છે કે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઓફફલાઇન શિક્ષણ સરળ રહે છે, કારણ કે તેઓ કોઈ પ્રશ્ન હોય તો તરત વર્ગમાં પૂછી શકે છે, પરંતુ ઓનલાઈન કલાસમાં તેઓ પ્રશ્ન પૂછતાં મૂંઝાઈ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.