અંતે ચોર ઝડપાયો:બોપલના બસંત બહારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે 39.14 લાખની મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રી બાદ ઘર માલિકે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.એ બોપલ પોલીસ સ્ટેશનના બસંત બહાર ખાતે થયેલ રાત્રીના ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ સોના ચાંદી હીરાના વેરાત મળી કુલ રૂ. 39,14,970ના અસલ મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યા છે. ​​​​​​​

સોનાના દાગીના સહિતની ચોરી થઈ હતી
​​​​​​​બોપલ ખાતેના પોશ વિસ્તાર ગણાતા બસંત બહાર ખાતે રહેતા મોહિત રાજીવભાઇ જાતે-મરડીયાનાઓ પોતાના પરિવાર સાથે 05 નવેમ્બરથી 10 નવેમ્બર દરમ્યાના દિવાળી તહેવાર નિમીતે બહાર ફરવા ગયેલ હતા. અને 10 નવેમ્બરના રોજ રાત્રેના ઘરે આવતા ઘરના બેડ રૂમમાં જોતા સ્ટોરરૂમનો સામાન વેરવિખેર હાલતમાં હોય અને સોનાના દાગીના તથા રોકડ રકમની ઘણી જ વસ્તુઓની ચોરી થયાની જાણ થઈ હતી. ત્યારબાદ ઘર માલિકે આ બાબતે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બાતમીના આધારે તપાસ શરૂ કરી
બોપલ પો.સ્ટે. ખાતે નોધાયેલ જે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ વિ.ચંદ્રશેખર, સાહેબનાઓએ જીલ્લા પોલીસ વડા. વિરેન્દ્રસિંહ યાદવ, સાહેબને સદર વણશોધાયેલ ગુનો શોધી કાઢવા ખાસ સુચના કરેલ જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ જીલ્લા પોલીસ વડા. વિરેન્દ્રસિંહ યાદવ, સાહેબ નાઓએ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ગોહિલ નાઓને ખાસ સુચના તથા માર્ગદર્શન આપેલ જેના ભાગરૂપે પો.ઇન્સ. એલ.સી.બી. અને ટીમે ગુન્હાવાળી જગ્યાની વીજીટ કરી, અલગ જગ્યાના સંખ્યાબંધ સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા કોઇ ફળદાયક હકિકત જણાઇ આવેલ નહી. જેથી ગુન્હાની પધ્ધતિના આધારે અંદરના કોઇ માણસ સંડોવાયેલ હોવાનું અનુમાન સાથે બંગ્લોઝમાં કામ કરતા કુક, સફાઇ કામ કરતા તથા બીજા અલગ
અન્યોની અલગ અલગ રીતે સઘન પુછપરછ કરી હતી.

આરોપી ત્રણ પહેલા આ જ બંગ્લોઝમાં નોકરી કરતો હતો
છતા કોઇ ફળદાયક હકિકત મળી આવેલ નહી તેમ છતા સદર ચોરી આટલી બધી સફાઈપુર્વક કરવી તે કોઇ અંદરનો જાણકાર માણસ જ કરી શકે તે આધારે આરોપી શોધવા પ્રયત્નો ચાલુ રાખેલ તે ચોક્કસ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરી પોતાના બાતમીદારો કાર્યરત કરેલ તેના પરીણામ સ્વરૂપ અ.હે.કોન્સ કુલદીપસિંહ ચૌહાણ તથા પો.કોન્સ. હિતેન્દ્રસિંહ ચૌહાણ નાઓને ગુન્હાને અંજામ આપનાર આરોપી મોતીસિંહ ચૌહાણ ત્રણેક વર્ષ અગાઉ ચોરી થયેલ બંગ્લોઝ ખાતે નોકરી કરતો હતો.

આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
હાલમાં મસકરા શેઠ રહે. 35 શિવમ બંગ્લોઝ, સિધુભવન રોડ, અમદાવાદ ખાતે ઘરઘાટી તરીકે નોકરી કરે છે. જેને જ આ ચોરી કરેલ હોવાની તેમજ આરોપી હાલ ચોરીના મુદ્દામાલ સાથે પોતાના વતન જવા સારૂ શીલજ સર્કલ થઇ પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમી હકિકત આધારે સદરી મોતીસિંહ ચૌહાણને સોના/ચાંદીના હીરાઝડીત ઓરીજનલ ચોરાઉ દાગીના તથા ફોન સાથે ભારે જહેમતથી ઝડપી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...