કોરોનાની અસર:અમદાવાદના બોપલ-સોલામાં ઓગસ્ટથી ઓક્ટોબરમાં માત્ર ત્રીજા ભાગના દસ્તાવેજ થયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 2019ના ઓગસ્ટથી ઓક્ટોબરમાં બોપલમાં 19,822 સામે 2021માં 6,880, સોલામાં 28,428 સામે 9,042 દસ્તાવેજ થયા
  • 3 મહિનામાં રજિસ્ટ્રેશન પેટે સરકારને પાલડીમાંથી 13 કરોડ, નિકોલમાંથી 12 કરોડ, મેમનગરમાં 11 કરોડની આવક

કોરોનાની અસર પ્રોપર્ટીના દસ્તાવેજ પર પણ વર્તાઈ છે. 2021ના ઓગસ્ટથી ઓક્ટોબરના 3 મહિનાના સમયગાળામાં 2019ના આ જ સમયની સરખામણીએ બોપલ અને સોલામાં પ્રોપર્ટીના દસ્તાવેજમાં લગભગ ત્રણ ગણો ઘટાડો થયો છે.

2019ના ઓગસ્ટથી ઓક્ટોબરમાં બોપલમાં થયેલા 19,822 દસ્તાવેજ સામે 2021ના ઓગસ્ટથી ઓક્ટોબરમાં 6,880 દસ્તાવેજ થયા હતા. એ જ રીતે સોલામાં આ સમયગાળા દરમિયાન 28,428 દસ્તાવેજ સામે 9042 દસ્તાવેજ થયા હતા. જો કે સરકારને દસ્તાવેજોથી 195 કરોડની આવક થઈ છે. ઓક્ટોબર-21માં દસ્તાવેજથી સરકારને પાલડીમાંથી 13 કરોડ, નિકોલમાં 12 કરોડ, મેમનગરમાં 11 કરોડ, નરોડામાંથી 11 કરોડની આવક રજિસ્ટ્રેશન ફી પેટે થઈ છે. અસલાલીમાં આજ સમયગાળામાં દસ્તાવેજથી સરકારને 6 કરોડ રજિસ્ટ્રેશન ફી મળી છે.

2019ના ઓગસ્ટથી ઓક્ટોબરમાં શહેરની 22 સબ રજિસ્ટ્રાર કચેરીમાં થયેલા કુલ 2,85,075 દસ્તાવેજથી સરકારને 441 કરોડ, 2020માં 2,22,726 દસ્તાવેજથી 309 કરોડ અને ઓક્ટોબર 2021 સુધીમાં 9,875 દસ્તાવેજથી 137 કરોડની આવક થઇ છે. ઉપરોક્ત સમયગાળામાં 2019માં સૌથી વધુ 30,039 દસ્તાવેજ નરોડામાં થયા હતા. 2020માં પણ નરોડા 23,781 દસ્તાવેજ સાથે મોખરે હતું. જ્યારે પશ્ચિમના વિસ્તારોમાં બોપલ, સોલા, વાડજ, મેમનગરમાં પ્રોપર્ટીના વેચાણની સંખ્યા ઓછી છે, પણ રજિસ્ટ્રેશન ફીની આવક વધુ છે.

201920202021
વિસ્તાર (કચેરી)દસ્તાવેજરજિસ્ટ્રેશન ફીદસ્તાવેજરજિસ્ટ્રેશન ફીદસ્તાવેજરજિસ્ટ્રેશન ફી
બોપલ19822551420633688013
સોલા28428472083731904216
મેમનગર15047391154229495911
વેજલપુર8491116506728973
પાલડી20060511590830716213
વાડજ2792235208012483059
નરોડા300393423781241094911
નારોલ12143119811939184
નિકોલ288503022879231125812
ઓઢવ1560317138141466947

દસ્તાવેજની નોંધણી પેટે સૌથી ઓછી આવક વેજલપુર અને નારોલમાંથી મળી

છેલ્લા ત્રણ વર્ષમાં દસ્તાવેજથી સૌથી ઓછી આવક વેજલપુરમાં 21 કરોડ અને નારોલમાં 24 કરોડ થઇ છે. ઓગસ્ટથી 20 ઓક્ટો. 2019 સુધીમાં વેજલપુરમાં 8491 દસ્તાવેજથી 11 કરોડ, 2020માં 6506થી 7 કરોડ, 2021માં 2897 દસ્તાવેજથી ત્રણ કરોડની આવક, જ્યારે આજ સમયગાળામાં નારોલમાં 2019માં 12143 દસ્તાવેજથી 11 કરોડ, 2020માં 9811થી 9 કરોડ, 2021માં 3918થી 4 કરોડની રજિસ્ટ્રેશન ફીની સરકારને આવક થઇ હતી. શહેરમાં દિવાળી પૂર્વેથી વિવિધ માર્કેટોમાં તેજી જોવા મળી છે. કોરોનાના કેસ ઘટ્યા પછી પરિસ્થિતિ સુધરી હતી. જો કે, હાલ ઓમિક્રોનનો ભય છે પણ તેની બજારો પર વિશેષ અસર જોવા મળી નથી. કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં રહી તો દસ્તાવેજોની સંખ્યામાં વધારો થવાનો અંદાજ છે.

બજાર સ્થિર રહે તો પરિસ્થિતિ સુધરશે
રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થાય અને માર્કેટ સ્ટેબલ રહેશે તો અમદાવાદમાં વધુ પ્રોપર્ટી ઉભી થશે અને સાથોસાથ પ્રોપર્ટીનું વધુ વેચાણ થશે. લોકો પ્રોપર્ટી ખરીદવામાં રસ દાખવશે. હાલ ઇન્વેસ્ટરોને પૂરતું વળતર નહીં મળતાં પ્રોપર્ટી ખરીદવાનું ટાળે છે. પરંતુ ત્રીજી લહેરની શક્યતા ઘટતા સામાન્ય તેજીની બિલ્ડરો આશા સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...