​​​​​​​અમદાવાદમાં વધ્યું ડાર્કવેબ માર્કેટ:ક્રિપ્ટો કરન્સીથી પેમેન્ટ કરી એર કુરિયર દ્વારા ડ્રગ્સ મંગાવતા 4 શખ્સોની બોપલ પોલીસે અટકાયત કરી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરીકાથી ઓનલાઇન ડાર્કવેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી ક્રિપ્ટો કરન્સી મારફતે પેમેન્ટનું ચુકવણું કરી બાય કાર્ગો એર કુરિયર મારફતે પ્રોહિબીટેડ નશાકારક પદાર્થો મંગાવવા બાબતે ગઈ બોપલ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને ચાર ઇસમોને અટક કરવામાં આવી છે. આરોપી દ્વારા ગેરકાયદેસર રીતે ઓનલાઈન ઓર્ડર આપી મંગાવવામાં આવેલ ડ્રગ્સ ઓર્ડરો પૈકી કેટલા પાર્સલો કસ્ટમ ડીપાર્ટમેન્ટ દ્વારા સીઝ કરવામાં આવેલ છે તે બાબતે તપાસ કરતા છેલ્લા ત્રણ વર્ષમાં કસ્ટમ ડીપાર્ટમેન્ટ દ્વારા કુલ 186 જેટલા ડ્રગ્સના પાર્સલો સીઝ કરવામાં આવ્યાં છે.

કસ્ટમ ડીપાર્ટમેન્ટ દ્વારા સીઝ કરવામાં આવેલ 186 ડ્રગ્સના પાર્સલો અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, વાપી, અમરેલી, રાજકોટ, ખેડા, મહેસાણા, વ્યારા, વલસાડનાં અલગ અલગ નામ સરનામાં મળી કુલ 160થી પણ વધારે નામ સરનામાં ઉપર ડીલીવર થવાના હતા. તમામ સીઝ કરેલ ડ્રગ્સના પાર્સલોમાં મુખ્યત્વે વિદેશી ગાંજો છે અને તે સિવાય એમ.ડી.એમ.એ, મેથીલીન-ડાયોક્ષ, એમફેટામાઈન્સ, સાયકોટ્રોપીક સબસ્ટન્સ, શંકાશીલ ગાંજો, વાઈટ પાઉડર જેવા નાણાકરક પદાર્થ રહેલ છે જે તમામ પાર્સલોનું કુલ વજન મળીને 32 કિલો જેટલું થાય છે.કસ્ટમ ડીપાર્ટમેન્ટ દ્વારા સીઝ કરવામાં આવેલ 186 પાર્સલો બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરી તે પાર્સલો સદર ગુનાના કામે સામેલ કરવા માટે નામદાર કોર્ટને રીપોર્ટ કરી કસ્ટમ વિભાગ પાસેથી સદર સીઝ કરેલા પ્રતિબંધિત ડ્રગ્સ પાર્સલો મેળવવાની તજવીજ હાલ શરૂ છે.

અન્ય સમાચારો પણ છે...