ગુજરાતની અલગ અલગ બોર્ડર પર સીઆરપીએફની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. કોઈ સંવેદનશીલ બાબત નથી પરંતુ ગુજરાતમાં દારૂ ન આવે તે માટે આ ટુકડીઓ ગોઠવવામાં આવી છે. રાજ્યની બોર્ડર ચૂંટણી અને સીલ થતા બુટલેગરોમાં ફફડાટ અને ક્યાંક ડર હતો. પરંતુ બુટલેગર આમાં પણ નવો કિમિયો લઈ આવ્યા છે. રામોલ વિસ્તારમાં સ્થાનિક પોલીસને ખબર પણ ન હતી અને અમુલ દૂધની ટ્રકમાં દૂધના કેરેટની આડમાં 218 પેટી દારૂની આવી રહી હતી. અહીંયા સ્થાનિક બુટલેગરોની મદદથી અલગ ગાડીમાં દારૂ કટીંગ થઈ રહ્યો હતો અને પોલીસ પેટ્રોલિંગની વાતો કરતી હતી પણ તેમને કંઈ ખબર પડી નહીં. ત્યારે જ આ ઝોનના ડીસીપીની સ્કોર્ડે રામોલ વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતા હવે સ્થાનિક પીઆઇ શરમમાં મુકાયા છે.
દૂધની આડમાં દારૂની હેરફેરી
ગુજરાતમાં ચૂંટણી ટાણે દારુ ઠલવાય તે માટે અલગ અલગ લોકો પ્રયત્નશીલ થતા હોય છે. જેમાં બુટલેગર અને બુટલેગરના મદદગારો કોઈપણ રીતે દારૂ ગુજરાતમાં આવે તે માટે પ્રયત્નશીલ થતા હોય છે. અગાઉ અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આખે આખો દારૂની ટ્રક કટીંગ થવા આવતો હતો. ત્યારે વિજિલન્સ ટ્રક પકડી પાડ્યો હતો. ત્યારબાદ રાણીપ પોલીસ સ્ટેશન અને શાહીબાગમાં પણ આખે આખો દારૂનો ગોડાઉન ઝડપાયું હતું. પરંતુ આ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી નથી આની પાછળ અનેક પ્રશ્નો થઈ રહ્યા હતા. તેવામાં આજે ખુદ ડીસીપી ઝોન પાંચના સ્કોર્ડે રામોલ વિસ્તારમાં દૂધની હેરફેરની આડમાં દારૂની હેરફેર થતી હોવાનો ઘટસ્પોટ કર્યો છે.
સ્થાનિક પોલીસ પર શંકાના દાયરામાં
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રામોલ વિસ્તારમાં એક ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હોવાની વિગત ડીસીબી ઝોન સ્કોર્ડને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે મોડી રાતે અમુલ દૂધ વહન લખેલા આઇસર ટ્રકને રોકી હતી. જેમાંથી 218 પેટી દારૂ જે અંદાજે 10 લાખથી વધુની કિંમતનો હતો તે પકડાયો છે. આ દારૂ રામોલ વિસ્તારમાં જ કટીંગ થતો હતો. જેથી સ્થાનિક પોલીસ પર શંકાના દાયરામાં આવી છે.
અધિકારીઓ સામે ડીજીપી સુધીનો રિપોર્ટ વિજિલન્સે કર્યો
અગાઉ અમદાવાદ શહેરમાં થયેલી વિજિલન્સની રેડમાં રાણીપ પોલીસ સ્ટેશન શાહીબાગ પોલીસ સ્ટેશન અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં થયેલી રેડ બાદ તે વિસ્તારના જવાબદાર અધિકારીઓ સામે ડીજીપી સુધીનો રિપોર્ટ વિજિલન્સે કર્યો છે. હવે એમની કાર્ય સામે કાર્યવાહી કરવાની અંતિમ મહોર ડીજીપી મારે તેની રાહ જોવાઇ રહી છે તેવી વિગતો સૂત્રોએ જણાવી છે.
ગુનાહિત પ્રવૃત્તિ વધી
શહેરના નિકોલ રખિયાલ અને નવરંગપુરા વિસ્તારમાં જયેશ નામનો વ્યક્તિ એક્ટિવ થતા ગુનાહિત પ્રવૃત્તિ વધી હોવાની વિગતો ચર્ચામાં છે. જ્યારે જયેશ અનેક ગુનેગારના સંપર્કમાં હોવાથી તેનો તપાસ થાય તેવી વિગતો સામે આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.