ખાડિયા વિસ્તારના માથાભારે શખ્સ એવા જુગારના બૂટલેગર મોન્ટુ નામદારે પોતાની જુની અદાવતને અંજાણ આપ્યો હતો. બુધવારે સાંજે સાડા ચાર વાગ્યે હજીરાની પોળમાં પોતાની ઓફિસ બહાર જ ફિલ્મી સ્ટાઇલે બેઝબોલ અને સાગરીતો સાથે મોન્ટુએ રાકેશ નામના યુવકને ઢોર માર માર્યો હતો. મોન્ટુએ સાગરીતો સાથે રાકેશને અસહ્ય માર મારતા તે ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. માથાભારે મોન્ટુને આઇપીએસ અધિકારીઓ અને વહિવટદારોનું પ્રોટેક્સન હોવાના કરાણે તે કોઇનાથી ન ડરતો હોવાની ચર્ચા છે. આ અંગે ખાડિયા પોલીસે હત્યા અને કાવતરા હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
બે પરિવાર વચ્ચે લાંબા સમયથી ઝઘડો હતો
સેટેલાઇટ શ્યામલ ચાર રસ્તા પાસેના હેતવી ટાવરમાં પવન ગાંઘી પરિવાર સાથે રહે છે. તેમણે ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી કે, આરોપી મોન્ટુ ઉર્ફે નામદાર સુરેશચન્દ્ર ગાંધી અને પવનભાઇ પિતરાઇ ભાઇ થાય છે. માથાભારે શખ્સ મોન્ટુ નામદાર વર્ષ 1992માં પવનની સગી બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. આ સમયે કુટુંબ અને સમાજનો વિરોધ હોવા છતાં પણ લગ્ન કર્યા હતા. આમ મોન્ટુએ સમાજના વિરુધ્ધમાં લગ્ન કર્યા હોવાથી બંને પરિવાર વચ્ચે લાંબા સમયથી અદાવત ચાલી રહી હતી.
શરીર પર અસંખ્ય ઇજાઓ થતા મોત
પવનભાઇના રાકેશભાઇ સુરેશભાઇ મહેતા ખાસ મિત્ર હતા અને તેમને છેલ્લા કેટલાય સમયથી મદદ કરતા હતા. સુરેશ મહેતા પવનને મદદ કરતો હોવાથી માથાભારે શખ્સ મોન્ટુ નામદારને તે પસંદ ન હતો અને તેની અદાવત રાખી આરોપીએ ગેરકાયદેસર મંડળી રચી હતી અને બેઝબોલના બેટ જેવા અન્ય હથિયારો ધારણ કરી ગંભીર રીતે રાકેશભાઇને ઢોર માર માર્યો હતો. રાકેશભાઇને ગંભીર રીતે એટલો બધો માર માર્યો કે, શરીર પર અસંખ્ય ઇજાઓ થઇ હતી. અમાનવીય ગંભીર મારના કારણે રાકેશભાઇનું કરુણ મોત નિપજ્યું હતુ. આ અંગે ખાડીયા પોલીસે માથાભારે શખ્સ મોન્ટું નામદાર સામે ગુનો નોધાયો હતો. જોકે મોન્ટુ નામદાર પોલીસને બાતમીદાર અને જુગાર બૂટલેગર હોવાથી તેના અન્ય મળતીયાઓના નામ ખુલ્યા ન હોવાની ખાડિયા વિસ્તારમાં ચર્ચા ચાલી રહી હતી.
આઇપીએસ અને સરકારી અધિકારીઓ સાથે સારા સંબંધ
ખાડિયા વિસ્તારમાં જુગારની મોટી કલબ ધરાવતો મોન્ટુ નામદાર ઉર્ફે મોન્ટુ ગાંધી માથાભારે તો હતો જ સાથે તેના વિરુધ્ધમાં અનેક ગુના દાખલ થયેલા છે. મોન્ટુ જુગારની મોટી કલબ ચલાવતો હતો અને મોટા ભાગના આઇપીએસ અધિકારીઓ, સરકારી વકીલો, કર્મચારીઓ તેની સેવા ભરપુર લીધી હોવાની ચર્ચા છે. તે અગાઉ પકડાય ત્યારે તેને છોડાવવા માટે પણ અમુક પોલીસ અધિકારીઓ તેને છોડાવવા માટે ધમપછાડા કરતા અને તેની પાસે મોટી સેવા લેતા હોવાની ચર્ચા છે. અગાઉ તેના અડ્ડા પર રેડ થઇ હતી ત્યારે ખાડિયા પીઆઇ સસ્પેન્ડ થયા હતા અને તેની ઓફિસ તથા તેના સર્કલમાં અનેક વહિવટદારો અને પોલીસકર્મીઓ બેઠા રહેતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.