તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુટલેગરનો કિમીયો:અમદાવાદમાં દારૂ અને બિયર ઘૂસાડવા બુટલેગરે તેલના ડબ્બામાં જથ્થો સંતાડ્યો, પોલીસે કટરથી તોડી બહાર કાઢ્યો

2 મહિનો પહેલા
પોલીસે તેલના ડબ્બાને કટરથી કાપીને દારૂનો જથ્થો પકડ્યો
  • પોલીસથી બચવા દારૂની બોટલને તેલના ડબ્બામાં ભરી સિલ કરી દીધા
  • કમિશનર કચેરીમાંથી ચાલતી PCB બ્રાન્ચની નિષ્ફળ કામગીરી

અમદાવાદ શહેરમાં દારૂ ઘુસાડતા બુટલેગર બેફામ બન્યા છે. ત્યારે આ બધાની વચ્ચે સ્થાનિક પોલીસને સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે તેલના ડબ્બા ભરેલો ટેમ્પો રોક્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ તેલનાં પેક ડબ્બા જ લાગતા હતા પણ પોલીસે કટર મંગાવીને ડબ્બા કાપતા તેમાંથી દારૂ અને બિયરના ટીન નીકળ્યા હતા. કૃષ્ણનગર પોલીસે હાલ આ સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે વોચ ગોઠવી ટેમ્પો રોક્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે એક બ્લુ કલરના ટેમ્પોમાં તેલના ડબ્બાની અંદર દારૂ છુપાવીને લઈ જવાઇ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બ્લુ કરલનો ટેમ્પો ત્યાંથી નીકળ્યો હતો. પોલીસે ટેમ્પો રોકીને ટેમ્પો ચાલકની પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસે દારૂના જથ્થા સાથે ટેમ્પોચાલકની અટકાયત કરી
પોલીસે દારૂના જથ્થા સાથે ટેમ્પોચાલકની અટકાયત કરી

તેલના ડબ્બાને કટરથી કાપતાં દારૂ ઝડપાયો
આ દરમિયાન ટેમ્પો ચાલકે પોતાનું નામ બિપિન જાદવ જણાવ્યું હતું. તેણે ટેમ્પોમાં તેલના ડબ્બા હોવાનું જણાવ્યું હતું.પરંતુ પોલીસને અગાઉથી બાતમી હતી. જેથી પોલીસ દ્વારા તેલના ડબ્બાને કટરથી કાપવામાં આવ્યો અને તેમાંથી દારૂની બોટલ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

તેલના ડબ્બામાં દારૂની બોટલ અને બિયરના ટીન રખાયા હતા
તેલના ડબ્બામાં દારૂની બોટલ અને બિયરના ટીન રખાયા હતા

પોલીસે રૂ. 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસને તેલના ડબ્બા કાપીને 434 દારૂની બોટલ 235 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે બુટલેગર દારૂ પહોંચાડવા માટે અવનવા કિમીયા કરતા હોય છે ત્યારે પોલીસ ઈચ્છે તો ગુનેગાર ફફડી ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...