તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસની બાજ નજર:વેજલપુરમાં દારૂની 275 બોટલ સાથે બૂટલેગર પકડાયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેજલપુરના ઝલક ફ્લેટ પાસેથી પસાર થઈ રહેલી એક કારમાં બૂટલેગર વિદેશી દારૂની બોટલો લઈને જઈ રહ્યો હોવાની બાતમી વેજલપુર પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ત્યાંથી પસાર થઇ રહેલી કારને પોલીસે રોકીને તપાસ કરતા તેમાંથી દારૂની 275 બોટલ મળી હતી.

આ સાથે કાર ચાલક બુટલેગર મોહંમદ યુનુસ અલ્લારખા મંસુરી(જુહાપુરા)ને ઝડપી લીધો હતો. પોલીસે દારૂની બોટલો અને કાર મળીને કુલ રૂ.5.40 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો