તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ પોલીસની કાર્યવાહી:વિદેશી દારૂ અને બિયરની 372 બોટલ સાથે બુટલેગરની ધરપકડ, રાજસ્થાનથી કારમાં દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાતમીને આધારે પોલીસે વાૅચ ગોઠવી કાર આંતરી હતી

સરખેજ પાસેથી વિદેશી દારૂ અને બિયર ભરેલી બોટલ સાથે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. સરખેજ-બાકરોલ સર્કલ પાસેથી બાતમીને આધારે સરખેજ પોલીસે વિદેશી દારૂની 300 બોટલ અને બિયરના 72 ટિન ભરેલી કાર સાથે એક બુટલેગરને ઝડપી લીધો હતો. વેજલપુરમાં રહેતો આ બુટલેગર રાજસ્થાનથી કારમાં દારૂ-બિયરનો જથ્થો લઈને આવ્યો હોવાનું તેણે કબૂલ્યું હતું.

સરખેજના પીઆઈ એસ.જી.દેસાઈને દારૂ ભરેલી કાર વિશે મળેલી બાતમીના આધારે તેમણે સરખેજ-બાકરોલ સર્કલથી આગળ ધમર એસ્ટેટ તથા ગોપાલ કાંટાની વચ્ચે વોચ ગોઠવી, જ્યાંથી પસાર થઇ રહેલી બાતમીવાળી કારને આંતરીને રોકી હતી. પોલીસે કારચાલકને બહાર બોલાવી કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની 300 બોટલ અને બિયરના 72 ટીન(રૂ.1.09 લાખ) મળી આવ્યા હતા. પોલીસે દારૂ-બિયર અને કાર સહિત કુલ રૂ.3.14 લાખનો મુદ્દામાલ કબજે કરી પંકજ નટુભાઈ ચુનીલાલ ઠકકર (ઉં. 42)(સ્મરણ એપાર્ટમેન્ટ, સોનલ પોલીસ ચોકી પાસે, વેજલપુર)ને ઝડપી લીધો હતો.

પંકજની પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે રાજસ્થાનના બુટલેગર ઈશ્વરસિંહ ઉર્ફે દરજી પાસેથી દારૂ અને બિયરનો જથ્થો લાવ્યો હતો. આટલું જ નહીં પંકજ કારમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો લઈને પાલનપુરથી પાટણ, હારીજ, વિરમગામ, સાણંદ થઇને અમદાવાદ રિંગરોડ થઇ શાંતિપુરા સર્કલ, ઉજાલા સર્કલ થઇને સરખેજ-બાકરોલ રોડ પર આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...