તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાસ-નાપાસનો જન ચુકાદો:ઓછા મતદાનથી ભાજપ અડીખમ કે કોંગ્રેસ રિટર્ન, રાજકીય પક્ષોએ શરૂ કરેલું બૂથવાઇઝ એનાલિસિસ

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
6 મહાનગરપાલિકાની ચૂંટણીનું સવારે 7 વાગ્યાથી ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું. - Divya Bhaskar
6 મહાનગરપાલિકાની ચૂંટણીનું સવારે 7 વાગ્યાથી ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું.
 • છેલ્લી 23 ચૂંટણીમાં ઓછા મતદાન પર પણ ભાજપ-કોંગ્રેસે જીત મેળવેલી છે

ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું 42.53 ટકા મતદાન થયું હતું. ચૂંટણીનાં પરિણામને લઈને હાલમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોમાં ચિંતાની ચાદર છવાયેલી છે. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે ઓછા મતદાનને કારણે કોંગ્રેસને જીતવું મુશ્કેલ બની શકે, જ્યારે કેટલાક લોકોને ભાજપની હારની ચિંતા છે, પરંતુ છેલ્લી 23 ચૂંટણીની વાત કરીએ તો આના કરતાં પણ ઓછા મતદાન પર ભાજપ-કોંગ્રેસે જીત મેળવી છે. ત્યારે હવે આ વખતે શું થાય છે એ તો આવતીકાલનાં પરિણામ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

2005માં ઓછાં પરિણામે પણ ભાજપની સત્તાવાપસી
છેલ્લી 4 ટર્મથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે રસપ્રદ રહી છે. બન્ને પાર્ટીઓએ હાર-જીતનો સામનો કર્યો છે. વર્ષ 2000માં અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીનું પરિણામ 39.36 ટકા હતું, એ સમયે કોંગ્રેસે જીતની આશા છોડી દીધી હતી, પરંતુ પરિણામ આવ્યાં બાદનાં દૃશ્યો કંઈક અલગ જોવા મળ્યા હતા. 13 વર્ષ બાદ કોંગ્રેસે ફરી કોર્પોરેશનની ચૂંટણીમાં જીત મેળવી વાપસી કરી હતી. ત્યારે 2005માં 30.39 મતદાન થતાં કોંગ્રેસને ફરી એકવાર જીત મળે એવી આશા હતી, પરંતુ પરિણામ બાદ પાર્ટીની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ અને ભાજપે પોતાની સત્તાવાપસી કરી લીધી હતી.

બપોર બાદ કેટલાંક મતદાન કેન્દ્રો પર ગણતરીના મતદારો દેખાયા હતા.
બપોર બાદ કેટલાંક મતદાન કેન્દ્રો પર ગણતરીના મતદારો દેખાયા હતા.

2015માં ચૂંટણીનું પરિણામ 46.51 ટકા
2010ની ચૂંટણીમાં અમદાવાદમાં સારું મતદાન નોંધાયું હતું. 2005ની સરખામણીએ 2010માં 14 ટકા વધુ મતદાન નોંધાયું હતું. તેમ છતાં કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી ભાજપે સતત સત્તાપદ કાયમ કર્યું હતું. વાત કરીએ 2015ના ચૂંટણી પરિણામની. 2015માં ચૂંટણીનું પરિણામ સૌથી વધુ 46.51 ટકા નોંધાયું હતું. ત્યારે ભૂતકાળના સમયને જોતાં ભાજપને વિશ્વાસ હતો કે ફરી એકવાર કોંગ્રેસને પછાડી સત્તા હાંસલ કરી લેશે, પરંતુ એનું ઊલટું થયું હતું. 2015માં ભાજપે 142 સીટ જીતી જ્યારે કોંગ્રેસની 38થી વધીને 49 બેઠક થઈ ગઈ હતી. આ બાબતને ધ્યાનમાં લેતાં એક વાત તો સ્પષ્ટ થાય છે કે ઓછા-વધુ મતદાનના આધારે પરિણામ પહેલાં પાર્ટીની હાર-જીત નક્કી ન કરી શકાય.

6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 48.15% મતદાન નોંધાયું
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં અત્યારસુધીનું સૌથી વધુ મતદાન નોંધાયું હતું. સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું. આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું હતું, જ્યારે જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. ચોંકાવનારી વાત એ છે કે બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરમાં મતદાનની સરેરાશ 26.83%ની હતી, પરંતુ છેલ્લા અઢી કલાકમાં મતદાનની સરેરાશ અચાનક જ 21.32% ઊછળી 48.15% પર પહોંચી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેઓ એર એમ્બ્યુલન્સ દ્વારા મતદાન માટે રાજકોટ ગયા હતા. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.

સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે મતદાન કેન્દ્ર પર મતદારોની ભીડ એકઠી થઈ હતી.
સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે મતદાન કેન્દ્ર પર મતદારોની ભીડ એકઠી થઈ હતી.

6 મહાનગરમાં મતદાનના આખરી કલાકોમાં દર 36 સેકન્ડે એક વોટ પડ્યો!
* રાજ્યની 6 મનપાના વોટિંગના છેલ્લા અઢી કલાકમાં મતદાનની સરેરાશ અચાનક જ 21.32% ઊછળી 48.15% પર પહોંચી હતી.
* છેલ્લાં અઢી કલાકમાં સરેરાશ મતદાનમાં ચોંકાવનારો 21 ટકાનો વધારો થયો.
* 3:30 વાગ્યે ચૂંટણીપંચે પોતાના ડેશબોર્ડ પર 26.83 ટકા મતદાન દર્શાવ્યું.
* રાત્રે જાહેર થયેલા આંકડામાં સરેરાશ મતદાન 48 ટકા આસપાસ દર્શાવાયું.
* દરેક પોલિંગ બૂથ પર સરેરાશ 1,200 મતદાતાની ગણતરી પ્રમાણે અઢી કલાકમાં 252 મત પડ્યા.
* મતદાન મથકો ખાલી ભાસતાં હતાં છતાં પાછલા સમયમાં દર કલાકે 100 મતો પડ્યા હોય તેવા આંકડા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો