રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની ઉંમરના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિન નો પ્રીકોશન ડોઝ આપવાનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-29ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
9 લાખ લોકોને રસી અપાશે
સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્યભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17હજારથી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ આપવાના છે. મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમ્યાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા.
આ અવસરે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મહાનગર પાલિકાના પદાધિકારીઓ વગેરે પણ જોડાયા હતા.
વૃદ્ધોને ત્રીજો ડોઝ આપવા માટે ત્રણ શરત રાખવામાં આવી છે
જાન્યુઆરીમાં કોને મળશે ત્રીજો ડોઝ
જે લોકોએ 3 મે કે તે પહેલા બીજો ડોઝ લીધો હોય. તેમને 31 જાન્યુઆરી સુધીમાં પ્રીકોશન ડોઝ મળશે. જ્યારે પણ જે તે વ્યક્તિ પ્રીકોશન ડોઝ માટે માન્ય થઈ જશે, તો કોવિન તેમને ટેક્સ્ટ મેસેજ મોકલીને માહિતી આપશે કે ત્રીજો ડોઝ લેવાનો સમય આવી ગયો છે.
વેક્સિન સેન્ટર્સથી પર બુક થઈ શકશે પ્રીકોશન ડોઝ
પ્રીકોશન ડોઝ લેવા માટે ઓનલાઈન સ્લોટ બુકિંગની સાથે વેક્સિન કેન્દ્રો પર પણ બુકિંગ થઈ શકશે. જોકે પ્રીકોશન ડોઝ ક્યાં વેક્સિન સેન્ટર પરથી મળશે, તે અંગેની માહિતી તમને કોવિન એપ પર જ મળશે. પ્રીકોશન ડોઝ કે ત્રીજો ડોઝ લીધા પછી લાભાર્થીનું સર્ટિફિકેટ તેની જાતે અપડેટ થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.