પુસ્તક વિમોચન:ટેકનિકલ શિક્ષણમાં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેર ડીંડોર દ્વારા પુસ્તિકાનું વિમોચન

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુસ્તક વિમોચન કરતા શિક્ષણમંત્રી - Divya Bhaskar
પુસ્તક વિમોચન કરતા શિક્ષણમંત્રી
  • 2021માં પ્રથમ વખત શિક્ષક વિભાગના માર્ગદર્શન હેઠળ પુસ્તિકાનું વિમોચન કરાયું

વિદ્યાર્થીઓની કારકિર્દીને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેર ડીંડોર દ્વારા રાજ્યના ટેકનિકલ શિક્ષણમાં પ્રવેશ લેવા ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી એવી માહિતી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્રસચિવ એસ.જે હૈદર, ટેકનિકલ શિક્ષણ નિયામક જી.ટી પંડ્યા, પ્રવેશ સમિતિના સભ્ય સચિવ રાજુલ ગજ્જર અને અન્ય પ્રવેશ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

વર્ષ 2021માં પ્રથમ વખત શિક્ષણ વિભાગના માર્દર્શન હેઠળ આ પ્રકારની પુસ્તિકા રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી થઇ શકે તે રીતે સંકલિત કરીને વિદ્યાર્થીઓ માટે મુકવામાં આવી છે. જેમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોના તમામ અભ્યાસક્રમોની વિગતવાર માહિતી, રાજ્યની તમામ ઈજનેરી સંસ્થાઓની બેઠકો, સંસ્થાઓની લેબોરેટરી અને અન્ય સંશોધનોની વિગતો છે.

આ પુસ્તિકામાં સંસ્થાના વિવિધ એક્રીડેશન તથા સંસ્થાની ટેકનિકલ ઇનોવેશન કાર્યક્રમની માહિતી, હોસ્ટેલ તથા પ્લેસમેન્ટ અને સ્ટાર્ટઅપની વિગતો આપવામાં આવેલી છે. ઉપરાંત વિવિધ બ્રાન્ચની માહિતી પણ આપવામાં આવેલ છે.