ગુજરાત એસટી નિગમ પ્રીમિયમ સહિતની એક્સપ્રેસ બસોમાં વધુને વધુ લોકો ઓનલાઈન બુકિંગ કરાવે તે માટે 10 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. જોકે ઓનલાઈન બુકિંગના સોફ્ટવેરમાં ખામીને કારણે પ્રીમિયમ સર્વિસની વોલ્વો તેમ જ એસી બસોમાં ઘણીવાર કેટલીક સીટ પર બબ્બે લોકોનું બુકિંગ થઈ જતાં પેસેન્જરો વચ્ચે વિવાદ થાય છે. આવી જ એક ઘટના રાજકોટ-અમદાવાદની વોલ્વો બસમાં થઈ હતી, જેમાં ત્રણ સીટ પર બે-બે જણાંના બુકિંગમાં વિવાદ થતાં પોલીસ બોલાવવી પડી હતી.
એસટીની પ્રીમિયમ સર્વિસ વોલ્વોની રાજકોટ-અમદાવાદ બસમાં ઓનલાઈન બુકિંગમાં 33, 39 અને 40 નંબરની સીટ પર બે-બે જણાંને નામે એડવાન્સ બુકિંગ થયું હતું. બસ ઉપડવાના સમયે ત્રણેય સીટ પર બેસવા માટે પેસેન્જરો વચ્ચે ભારે વિવાદ થતા એસટી કર્મીઓએ તેમને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ પેસેન્જરો વચ્ચે વિવાદ વધતા છેવટે પોલીસ બોલાવી ત્રણેય સીટ પર બુકિંગ કરાવનાર 6 જણાંને બસમાંથી ઉતારી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.