તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:અમદાવાદ ડિવિઝનમાં 15 સ્ટેશને બુકિંગ-કેન્સલેશનની સુવિધા શરૂ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે આ પ્રક્રિયા બંધ કરાઈ હતી

પશ્ચિમ રેલવેના ફક્ત અમદાવાદ સ્ટેશન પર જ કરંટ બૂકિંગ અને રિઝર્વ ટિકિટના કેન્સલેશનની સુવિધા છે. હવે કોરોનાના કેસ ઘટતાં પેસેન્જરોની સુવિધા માટે રેલવેએ વધુ 15 રેલવે સ્ટેશનો પર આ સુવિધા શરૂ કરી છે.

ડીઆરએમ દીપક ઝા અનુસાર, હવે પેસેન્જરો અમદાવાદ ઉપરાંત મણિનગર, સાબરમતી (ધર્મનગર), મહેસાણા, પાલનપુર, ગાંધીધામ અને ભુજ સ્ટેશન પર સોમવારથી શનિવાર સુધી સવારે 8 થી રાતે 8 વાગ્યા સુધી તથા રવિવારે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી પીઆરએસ (રિઝર્વેશન) કાઉન્ટર પરથી ટિકિટ કેન્સલેશનની સાથે કરંટ બુકિંગની સુવિધા મેળવી શકશે. કલોલ, ઊંઝા, સિદ્ધપુર, ધ્રાંગધ્રા, વિરમગામ, સ્ટેશનો પર આ સુવિધા દિવસ દરમિયાન મળી શકશે. ચાંદલોડિયા સ્ટેશને રોજ સવારે 8 થી રાતે 21.30 વાગ્યા સુધી લાભ લઈ શકાશે.

અન્ય સમાચારો પણ છે...