તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સટ્ટા કૌભાંડ મામલે તપાસ:30 સેકન્ડમાં જ લાખોની હારજીત થતી હોવાથી બુકીઓએ સ્ટેડિયમમાં 2 માણસ બેસાડ્યા હતા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેન્ડર પાસ મેળવી સ્ટેડિયમમાંથી ટી-20 મેચ પર સટ્ટો રમાડવાના કૌભાંડમાં ઘટસ્ફોટ
 • સટ્ટા રેકેટમાં મોટા ગજાના બુકીઓનાં નામ ખૂલતાં પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 સિરિઝની મેચમાં સટ્ટો રમતા બુકીઓની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આ બુકીઓની પૂછપરછ કરતા કેટલાક મોટા બુકીઓના નામ પણ સામે આવ્યા છે. જોકે ગ્રાઉન્ડ પર રમાતી મેચ અને ટીવીમાં દેખાતી મેચ વચ્ચે 30 સેકેન્ડનો ફેરફાર હોવાથી બુકીઓ લાખોની હારજીત કરી લેતા હોવાથી બુકીઓએ તેમના 2 માણસો સ્ટેડિયમમાં મોકલ્યા હતા.

મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી મેચ અને ટીવીમાં દેખાતી મેચના સમયમાં 30 સેકન્ડનો ફેરફાર હોય છે. આ સમયમાં બુકીઓ લાખો રૂપિયાની હારજીત કરી લેતા હોવાથી બુકીઓએ તેમના 2 માણસને વેન્ડરના પાસ લઈને સ્ટેડિયમની અંદર મોકલ્યા હતા. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 સિરીઝની મેચમાં સ્ટેડિયમમાં સટ્ટો રમાડી રહેલા પ્રિન્સ ગંભીર અને આશિષ યાદવની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં તેમણે સટ્ટો રમવા માટે જીસીએ દ્વારા જે વેન્ડરોને પાસ ઈશ્યૂ કરાયા હતા, તેમાંથી શુભમ પ્રજાપતિ અને શિવમ પ્રજાપતિ પાસેથી 1500-1500માં વેન્ડર પાસ ખરીદ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

જોકે સ્ટેડિયમની અંદરથી પકડાયેલા સટ્ટા રેકેટની બીસીસીઆઈ અને જીસીએ દ્વારા ગંભીરતાથી નોંધ લઈને આ રેકેટની ઝીણવટભરી તપાસ કરવા પોલીસને સૂચના આપી હતી. બંનેની પૂછપરછમાં પોલીસે તપાસ કરતા મેચ દરમિયાન સુભાષચંદ્ર યાદવ, સંજીવકુમાર ચાવસિંહ, સચ્ચિદાનંદર સુરેન્દ્રસિંહ હોટલમાં રોકાઈને સટ્ટો રમાડતા હોવાનું ખુલ્યું હતું. આશિષ અને પ્રિન્સની સધન પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, સ્ટેડિયમમાં મેચ રમાતી હોય તેના સમય અને ટીવીમાં દેખાતી મેચના સમયમાં 30 સેકન્ડનો ફેરફાર હોય છે. જેથી આશિષ અને પ્રિન્સ સ્ટેડિયમમાંથી દરેક બોલ ઉપર સુભાષચંદ્ર, સંજીવકુમાર અને સચ્ચિદાનંદરને ફોન કરીને જાણ કરતા અને તેના આધારે ત્રણેય હોટેલમાંથી સટ્ટો રમાડતા હતા.

જોકે 30 સેકન્ડના ફેરફારમાં બુકીઓ સટ્ટો રમી લાખો રૂપિયાની હાર-જીત કરી લેતા હોવાથી તેમણે બે માણસોને સ્ટેડિયમમાં વેન્ડરના પાસ લઈને મોકલ્યા હતા. સટ્ટાના આ રેકેટમાં મોટા ગજાના બુકીઓના નામ ખુલ્યા હોવાથી પોલીસે રેકેટની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

પહેલી મેચથી સ્ટેડિયમમાંથી સટ્ટો રમાડાતો હતો
આશિષ અને પ્રિન્સ પહેલી મેચથી જ ગ્રાઉન્ડમાં બેસીને ફોન પર સટ્ટો રમાડતા હતા. પરંતુ પહેલી બે મેચમાં સ્ટેડિયમ પ્રેક્ષકોથી ભરેલું હોવાથી આ બાબત પોલીસના ધ્યાન પર આવી ન હતી. પરંતુ કોરોનાના કારણે બાકીની મેચ પ્રેક્ષકો વગર રમાઈ હતી તેમાં પણ આશિષ અને પ્રિંસ અગાઉની જેમ જ પેવેલિયનમાં બેસીને ફોન પર સટ્ટો રમાડતા હોવાથી પોલીસની નજરે ચઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો