તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:એરટિકિટ બુક કરાવી 2 ગઠિયાએ યુવકના રૂ. 23 હજાર ખંખેરી લીધા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
  • પૈસા આંગડિયા મારફતે મોકલવાનું કહી ઠગાઈ

એર ટિકિટ બુકિંગનું કામ કરતા યુવક પાસેથી બે ગઠિયાએ રૂ.23 હજાર પડાવ્યાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

નારોલમાં રહેતા ધવલ પડિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે સોશિયલ મીડિયા પર ચીપ ફ્લાઇટ ટિકિટ બુકિંગ નામના પેજથી પાર્ટટાઇમ ટિકિટ બુકિંગ કરે છે. ધવલને એક વ્યક્તિએ ફોન કરી તેમના સંબંધીને દિલ્હીથી અમદાવાદની એક, અમદાવાદથી જયપુર, જયપુરથી રિટર્ન 9 ટિકિટ બુક કરવાની વાત કરી હતી. આ ટિકિટનું પેમેન્ટ 60 હજાર થતું હતંુ, જેથી તે ગઠિયાએ ઓનલાઇન પેમેન્ટ કરવા કહ્યું હતું. થોડી વાર બાદ ગઠિયાએ ધવલને ફોન કરી કહ્યું હતું કે, મારા એક સંબંધીના એકાઉન્ટમાં 30 હજાર ટ્રાન્સફર કરવાના છે, પણ ટ્રાન્સફર થઈ રહ્યા નથી, જેથી તમે પૈસા જમા કરાવી દો. હું તમને ટિકિટના 60 હજાર, સંબંધીને આપવાના 30 હજાર, 1 હજાર ટ્રાન્ફર ચાર્જ મળી 91 હજાર આંગડિયા મારફતે મોકલી આપું છંુ. વિશ્વાસ પડતાં ધવલે 15 હજાર ટ્રાન્સફર કરી દીધા હતા. જ્યારે 2-2 હજારનાં 4 ટ્રાન્ઝેક્શનથી 8 હજાર ક્રેડિટ કાર્ડથી ચૂકવ્યા હતા. ત્યાર બાદ બંનેએ 23 હજાર લઈ લીધા બાદ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો