ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેજ પર આવી પહોંચ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં બોલિવૂડ સિંગર જુબિન નૌટિયાલ તેમજ અનુપમ ખેર ઉપસ્થિત રહ્યા હતા. જુબિને દાંડીયાત્રા માટે સ્પેશિયલ ગીત ગાયું હતું, જેનાથી સમગ્ર સ્ટેજ સંગીતમય બની ગયું હતું; ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં અનુપમ ખેર આગળ આવીને પોતાના મોબાઈલથી વીડિયો ઉતારતા જોવા મળ્યા હતા.
ઉજવણી માટે દેશના ખૂણે ખૂણેથી અલગ-અલગ કલાકારો આવ્યા છે, જેમાં કર્ણાટક તેમજ કાશ્મીરથી પણ સંગીતકારો પર્ફોર્મન્સ આપી રહ્યા છે, સાથે જે દેશભક્તિ પર ગીતોથી સ્ટેજ તેમજ સભામાં બેસેલા લોકો ઝૂમી ઊઠ્યા છે. ચક દે ઈન્ડિયા ગીત તેમજ ગુજરાતી તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગરબાની રમઝટ જોવા મળી રહી છે.
21 દિવસની દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરશે
દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થઈ ગયો છે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.
યાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે
વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે, આ યાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈનો જે સમાધિ ‘અભય ઘાટ’ છે, ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તેમણે મૂળ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.