તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:વસ્ત્રાપુરમાં BOI બેન્ક મેનેજરની પત્નીએ પૂજાપાઠ કરું છું, રૂમ ના ખોલતા કહી ગળાફાંસો ખાધો, સુસાઈડનોટમાં લખ્યું-મોર્ડન લાઈફસ્ટાઈલ અનુકૂળ નથી આવતી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આત્મહત્યા કરનારા મનીષાબેન પંચારિયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
આત્મહત્યા કરનારા મનીષાબેન પંચારિયાની ફાઈલ તસવીર
  • વસ્ત્રાપુરના કાસાવ્યોમા એપાર્ટમેન્ટ બનાવ, મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો
  • પોલીસે અકસ્માત મોત નોંધી આપઘાતના કારણ અંગે તપાસ શરૂ કરી છે

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા કાસાવ્યોમા એપાર્ટમેન્ટમાં રહેતા બેંકના સિનિયર મેનેજરની પત્નીએ પૂજાપાઠના રૂમમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘરે હાજર દીકરીને હું બે કલાક સુધી પૂજાપાઠ કરું છું જેથી રૂમ ના ખોલતાં કહી ગળાફાંસો ખાઈ લીધો હતો. વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોત નોંધી આપઘાતના કારણ અંગે તપાસ શરૂ કરી છે. આ મામલે વસ્ત્રાપુર PI વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું કે મૃતક મહિલા પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. તેઓ ધાર્મિક વૃત્તિના હતા અને તેમને મોર્ડન લાઈફસ્ટાઈલ અનુકૂળ નહોતી આવતી અને પોતાનું જીવન હવે પૂરું થઈ ગયેલ છે એવું લખી પોતાના મોત માટે કોઇ જવાબદાર નથી તેવું જણાવી ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

ઘરે માત્ર મનીષાબેન અને તેમની દીકરી જ હતા
મૂળ મધ્યપ્રદેશના મંદસોરના રહેવાસી અને હાલમાં એલિસબ્રિજ ખાતે આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની મુખ્ય બ્રાન્ચમાં આવેલી સર્વિસ બ્રાન્ચના સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા રાકેશ પંચારિયા વસ્ત્રાપુર સરકારી વસાહતમાં પરિવાર સાથે રહે છે. મંગળવારે સવારે તેઓ રાબેતા મુજબ નોકરી ગયા હતા. ઘરે તેમની પત્ની મનીષાબેન (ઉ.વ.47) અને દીકરી શ્રેયા હાજર હતા.

દીકરી શ્રેયાએ બીજી ચાવીથી દરવાજો ખોલ્યો હતો
બપોરે મનીષાબેને દીકરી શ્રેયાને કહ્યું હતું કે પૂજાપાઠના રૂમમાં હું બે કલાક સુધી પૂજાપાઠ કરું છું જેથી રૂમ ના ખોલતાં. પોણા બે સુધી દરવાજો ન ખોલતાં બીજી ચાવીથી શ્રેયાએ દરવાજો ખોલતાં મનીષાબેન પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેણે આ અંગે પિતાને જાણ કરતા રાકેશભાઈ ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લાશને પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...