તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જામીન માટે બોગસ કોરોના રિપોર્ટ કોર્ટને આપતાં ફરિયાદ, કોર્ટને શંકા જતાં તપાસ કરાવાઈ હતી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી લેબમાંથી બીજાનો રિપોર્ટ લાવ્યો હતો

કાલુપુરમાં મારામારીના કેસમા બોગસ કોરોના પોઝિટિવ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરી વધુ 14 દિવસના વચગાળાના જામીન માંગનાર આરોપી ધ્રૂવ ત્રિવેદી વિરુદ્ધ એડી.સેશન્સ જજ પ્રિત કમલ તિર્થરામે રજીસ્ટ્રારને મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરવા હુકમ કર્યો છે. ધુવ ત્રિવેદીએ પરીક્ષા આપવા માટે હાઈકોર્ટમાં 16 માર્ચે 10 દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જેમાં કોર્ટે તેને પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન આપ્યા હતા. એક પેપર આપ્યા બાદ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.

આરોપી ધ્રૂવ ત્રિવેદીએ કોર્ટમાં વધુ 10 દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જેમાં તેણે રજૂઆત કરી હતી કે, તે કોરોના પોઝિટિવ છે. અને તે અંગે યુનિપથ લેબોરેટરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કોર્ટને શંકા જતાં કાલુપુર પીએસઆઇને તે અંગે તપાસ કરવા નિર્દેશ કર્યો હતો. કાલુપુર પીએસઆઇ જે.એમ.પરમારે યુનિપથ લેબોરેટરીના ડોક્ટર રમેશભાઈને મળ્યા હતા. ત્યારે ખબર પડી કે, આ રિપોર્ટ ટિકેશ નામના દર્દીનો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો