પોલીસ કંટ્રોલરૂમમાંથી LIVE ડેમો:પોલીસકર્મીને ગાળ દેશો તો ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ સીધું અધિકારીને મળશે, લાંચ માગશે તો 'ખાખી’નું આવી બનશે

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • અમદાવાદમાં ખૂણે ખૂણે ઊભી છે 1700 બોડીવોર્ન કેમેરા સાથે ટ્રાફિક-પોલીસ

સામાન્ય રીતે ઘરેથી તમે વાહન લઈને નીકળો ત્યારે દરેક ચાર રસ્તા પર કે કોઈ ખૂણામાં પોલીસ કર્મચારી ટ્રાફિક નિયમન કરતો જોવા મળે છે. પોલીસ કોઈને રોકે તો સામેની વ્યક્તિ પોતાની ઓળખાણ આપવાનું અથવા રોફ મારવાનું ચૂકતો નથી. બીજી તરફ ઘણી વખત પોલીસ પણ સામાન્ય વ્યક્તિ સાથે આવું જ વર્તન કરતી હોય છે. ક્યારેક લાંચ પણ માગી લે છે. પરંતુ હવે આ સ્થિતિનો નિવેડો આવી ગયો છે, કારણકે પોલીસ કર્મચારી બોડી વોર્ન કેમેરા સાથે હાજર હશે અને આ કેમેરાનું સીધું લાઈવ સ્ટ્રીમિંગ દિવસ-રાત પોલીસ કંટ્રોલ રૂમમાં થશે. અમદાવાદ શહેરમાં કઈ રીતે બોડી વોર્ન કેમેરાનું લાઈવ સ્ટ્રીમિંગ થાય છે તે અંગે દિવ્યભાસ્કરે પોલીસ કંટ્રોલરૂમમાં જઇને જાણવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ દિવ્યભાસ્કર બોડી વોર્ન કેમેરા કેવી રીતે કામ કરે છે તે અંગેની વિગતો આપી પોલીસ કંટ્રોલરુમમાંથી લાઇવ ડેમો બતાવ્યો હતો.

બબાલ થાય તો કંટ્રોલરૂમમાં હાજર અધિકારી ત્વરિત નિર્ણય લઈ શકશે
બોર્ડી વોર્ન કેમેરા વીડિયો સાથે ઓડિયો રેકોર્ડિંગ પણ પહોંચાડે છે, જેના પર પોલીસ કંટ્રોલરૂમના અધિકારીની ચાંપતી નજર રહે છે. જો ક્યાંય વિવાદ જણાય તો તે તુરંત સમગ્ર ઘટનાને જોઈ અને સાંભળી શકે છે અને ત્વરિત નિર્ણય લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...