તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલનું નિષ્ફળ સંચાલન:અમદાવાદ સિવિલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો ઘટી પરંતુ ડેડ બોડી રૂમ બહાર હજુ ભયાવહ દ્રશ્યો, કોરોના દર્દીનો મૃતદેહ કારમાં લઈ જવો પડ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
સિવિલમાં સ્વજનો દર્દીનો મૃતદ�
  • એમ્બ્યુલન્સની લાઇનો ખરેખર ઘટી કે સિવિલ હોસ્પિટલનો વહીવટ લઈને બેઠા લોકોનો કારસો.
  • 1200 બેડની હોસ્પિટલમાં ડેડ બોડી વિભાગથી સ્વજનો મૃતક દર્દીને કારમાં લઈને ગયા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સની લાઈન ઓછી થઈ હોવાનું દેખાઈ રહ્યું છે પરંતુ આનથી વિપરીત ડેડબોડી રૂમની બહાર હજી પણ ભયાવહ દ્રશ્ય છે. આ બધાની વચ્ચે સિવિલ હોસ્પિટલમાં સંચાલન કરતા બની બેઠેલા લોકો મોતનો મલાજો જાળવવા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. અહીંયા જો કેસ ઘટ્યા છે તો લોકો સ્વજનોનો મૃતદેહ કારમાં લઈ જવા કેમ મજબૂર થવું પડે છે? તે પ્રશ્ન રાજકીય નેતાઓ અને આરોગ્યમંત્રી અસારવા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટને પૂછે તો આ સ્થિતિ બદલાઈ શકે છે.

સિવિલમાં હજુ કોરોનાના દર્દીઓના મોત યથાવત?
1200 બેડની હોસ્પિટલના ડેડ બોડી વિભાગ પાસે એપ્રિલ મહિનાથી જ ડેડ બોડી લેવા માટે વેઈટિંગ હતું, કેસ વધતા મૃત્યુ દર પણ વધતો ગયો હતો. એક એમ્બ્યુલન્સ બોડી લઈને જાય તરત જ બીજી એમ્બ્યુલન્સ ગેટ પર ઊભી રહી હતી જતી હતી. એક તબક્કે એમ્બ્યુલન્સ અને શબ વાહિની પણ ખૂટી પડી હતી. 24 કલાક વ્યસ્ત રહેતા ડેડ બોડી વિભાગની બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. અત્યારે સિવિલ હોસ્પિટલના ડોકટર દ્વારા કેસ ઘટ્યા હોવાનો દાવો તો કરવામાં આવે છે પરંતુ સિવિલમાં જ થતાં મોત અંગે કોઈ વાત કરવામાં આવતી નથી.

ડેડ બોડી વાનની હજુ અછત છે?
સિવિલ હોસ્પિટલના 1200 બેડનાં ડેડ બોડી વિભાગ પાસે હજુ પરિસ્થિતિ યથાવત જ છે. હજુ પણ અનેક પરિવારો મૃતદેહ લેવા માટે રાહ જોઈ રહ્યા છે. અગાઉની જેમ એમ્બ્યુલન્સ પણ એક બોડી લઈ ગયા બાદ તરત બીજી એમ્બ્યુલન્સ ગેટ પર આવી જાય છે. એમ્બ્યુલન્સની અછતને કારણે કોરોના વોર્ડમાં મૃત્યુ પામેલ ડેડ બોડી ખાનગી ગાડીમાં લઈ જવાતો કિસ્સો સામે આવ્યો છે.

સ્વજનોને કારમાં દર્દીનો મૃતદેહ લઈ જવો પડ્યો
સિવિલ હોસ્પિટલમાંથી ડેડ બોડી પ્લાસ્ટિકની અંદર પીપીઇ કીટ પહેરાવીને આપવામાં આવી છે જે બોડીને ખાનગી ગાડીમાં પાછળની સીટમાં મૂકીને લઈ જવામાં આવી રહી છે. આ રીતે ડેડ બોડી ખાનગી વાહનમાં આપવામાં આવતી હોવાને લઇને સિવિલ હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સની અછત છે અથવા સિવિલ હોસ્પિટલની બેદરકારી છે કે કેમ તે અંગે સવાલ થઈ રહ્યા છે. બોડી કોરોના વોર્ડમાંથી જ લઈ જવામાં આવી રહી છે ત્યારે આ રીતે બોડીને ખાનગી વાહનમાં આપવામાં આવે છે તો તેના કારણે સંક્રમણ ફેલાય તો જવાબદાર કોણ હશે?