તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:અમદાવાદમાં બોડકદેવ વોર્ડના ઉમેદવારોએ ફોર્મમાં માહિતી છુપાવી, હાઈકોર્ટે ચૂંટણીપંચને પગલાં લેવા હૂકમ કર્યો

અમદાવાદ10 દિવસ પહેલા
ફાઈલ ફોટો
  • બોડકદેવ વોર્ડમાં ભાજપના ચાર અને કોંગ્રેસના ચાર તથા એક અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી.
  • આ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો હતો.

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોડકદેવ વોર્ડના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીપંચને આપવામાં આવતી માહિતી છુપાવી હોવાની ફરિયાદનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અરજદાર અપક્ષ ઉમેદવારે હાઈકોર્ટમાં યોગ્ય પુરાવા રજુ કર્યાં હતાં. જેને લઈને હાઈકોર્ટે ચૂંટણી પંચને આઠ સપ્તાહ સુધીમાં યોગ્ય પગલાં લેવા માટે આદેશ કર્યો છે. જેને લઈ બોડકદેવ વોર્ડમાંથી ચૂંટાયેલા ઉમેદવારોની મુશ્કેલી પણ વધી શકે છે.

હાઈકોર્ટે ચૂંટણી પંચને પગલા લેવા હૂકમ કર્યો
આ અંગે એડવોકેટ વિવેક ભામરે એ જણાવ્યું કે બોડકદેવ વોર્ડની સીટ પર 9 લોકો એ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં 4 ભાજપ, 4 કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવાર હતા. અપક્ષ ઉમેદવાર નિલેશ ભાઈ મિસ્ત્રીને બાકીના ઉમેદવાર પર શંકા જતા તેઓએ ઉમેદવારે રજૂ કરેલી માહિતીની ચકાસણી કરી. જેમાં તેઓને તેમની વધારાની આવક અને અન્ય વ્યવસાય હોવાનું જાણવા મળ્યું હતું આથી તેઓએ યોગ્ય પુરાવા સાથે ચૂંટણી કમિશનમાં અરજી કરી હતી પરંતુ કોઇ પગલાં ન લેવાતા તેમણે આખરે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આજે કોર્ટે આ અરજીની સુનવણી દરમિયાન તમામ પુરાવાની ચકાસણી કરી અને રજુઆત સાંભળ્યા બાદ ચૂંટણી પંચને 8 સપ્તાહ સુધીમાં પગલાં લેવા માટેનો હુકમ કર્યો છે.

બોડક દેવ વોર્ડના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો
બોડકદેવમાં ભાજપમાંથી દિપ્તી અમરકોટિયા,વાસંતી પટેલ,દેવાંગ દાણી અને કાંતિ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસમાંથી નિમેશ શાહ,વિરમ દેસાઈ,ચેતના શર્મા અને જાનકી પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે અપક્ષમાં નિલેશ મિસ્ત્રી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતાં. જેમાં ભાજપની પેનલ વિજેતા બની હતી. હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને માહિતી છુપાવવા બદલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.