• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Boards Warn Of Poor Results If They Do Not Reduce Courses In Standard 10 12, Teachers Demand Reduction Of Courses Up To 25% In Courses Like CBSE

મુશ્કેલી:બોર્ડ ધોરણ 10-12માં કોર્સ ન ઘટાડે તો નબળાં પરિણામની ચેતવણી, CBSEની જેમ કોર્સમાં 25 ટકા સુધી ઘટાડાની શિક્ષકોની માંગ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મુશ્કેલ બનશે

સીબીએસઇએ સ્કૂલો શરૂ થતાની સાથે જ કોર્સ અને પરીક્ષા પદ્ધતિમાં બદલાવનો નિર્ણય લીધો છે. જ્યારે કે ગુજરાત બોર્ડે હજુ પણ કોર્સ કાપ અંગે કોઇ સ્પષ્ટતા ન કરતા શિક્ષકોએ માંગ કરી છે કે ગુજરાત બોર્ડે પણ કોર્સમાં ઘટાડો કરવો જોઇએ. ઓછા સમયમાં વિદ્યાર્થીઓ સમગ્ર કોર્સનો અભ્યાસ કરશે તો બોર્ડનું પરિણામ નબળું આવશે, નબળા પરિણામને કારણે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશમાં મુશ્કેલી ઊભી થઇ શકે છે.

વિજ્ઞાન પ્રવાહના વિષય નિષ્ણાંત પુલકીત ઓઝાએ જણાવ્યું હતું કે, સીબીએસઇએ વર્ષની શરૂઆતમાં જ 25 ટકા કોર્ષ પર કાપ મૂક્યો છે, ઉપરાંત વિદ્યાર્થીઓની અનુકુળતા માટે પહેલી પરીક્ષા વિકલ્પ આધારિત અને બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. જેથી વિદ્યાર્થીઓ એ પ્રમાણે તૈયારી કરી રહ્યાં છે. જ્યારે કે ગુજરાત બોર્ડે હજુ પણ કોર્સષ અંગે કોઇ જાહેરાત કરી નથી. જો ગુજરાત બોર્ડ 100 ટકા કોર્સ અને જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે પરીક્ષા લે છે તો પરિણામ ઘટશે.

વાલીમંડળની રજૂઆત પણ ખુલાસો નહીં
બોર્ડમાં વાલી પ્રતિનિધિ ધિરેન વ્યાસે જણાવ્યું હતું કે, અમે દોઢ મહિના પહેલા બોર્ડમાં કોર્સમાં કાપ મુકવા અંગે રજૂઆત કરી હતી. પરંતુ બોર્ડે કોઇ સ્પષ્ટતા કરીઇ નથી. જો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને કોર્ષ કાપનો લાભ મળે તો તેઓ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પર ધ્યાન આપી શકે.

અન્ય સમાચારો પણ છે...