તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોની રજૂઆત:AMC સ્કૂલ બોર્ડના શિક્ષકોની માંગણી, કોવિડ ડ્યૂટીમાંથી મુક્ત કરી બાકી રહેલું 2.50 કરોડનું મહેનતાણું ચૂકવો

અમદાવાદ21 દિવસ પહેલા
સ્કૂલમાં ભણાવતા શિક્ષકની ફાઈ�
  • શહેરમાં કોરોનાના કેસો ઘટતા શિક્ષકોએ કોવિડ ડ્યૂટીમાંથી મુક્તિ આપવાની માંગણી કરી
  • કોરોનાકાળમાં કરેલા કામ માટે 2.50 કરોડનું બાકી મહેનતાણું ચુકવવા રજૂઆત

કોરોના થયો ત્યારથી મેડીકલ - પેરામેડીકલ સ્ટાફ સાથે શિક્ષકો પણ કામે લાગ્યા હતા. AMC સ્કૂલ બોર્ડના અલગ અલગ શિક્ષકોને અલગ અલગ જવાબદારી સોપવામાં આવી હતી. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટી છે ત્યારે શિક્ષકોને હવે કોવિડ ડ્યૂટીમાંથી મુક્તિ આપીને તેમને બાકીનું મહેનતાણું ચૂકવવા માંગણી કરવામાં આવી છે.

કોવિડ ડ્યૂટીમાંથી મુક્તિની માંગણી
કોરોના કાળમાં AMC સ્કૂલ બોર્ડના અનેક શિક્ષકોને કોવિડ ડ્યૂટી સોંપવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક, સર્વે, ડેટા એન્ટ્રી અને વેક્સિનેશન જેવી કામગીરી સોંપવામાં આવી હતી. કોવિડ ડ્યૂટી સોંપ્યા બાદ શિક્ષકોને મહેનતાણું આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શરુઆતમાં ચૂકવણી બાદ પછી કરવામાં આવી નહોતી જેથી શિક્ષકોને કોવિડ ડ્યૂટીમાં મુક્તિ અને વેતન આપવાની માંગણી કરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

શિક્ષકોને 2.50 કરોડથી વધુનું મહેનતાણું ચૂકવવા માંગ
આ અંગે AMC સ્કૂલ બોર્ડના શિક્ષક યુનિયનના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે કોરોનાના કેસ ઘટતા કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોની સંખ્યા ઘટી છે. કોરોનાની શરૂઆતથી શિક્ષકોને કોવિડ ડ્યૂટી સોંપવામાં આવી હતી. શિક્ષણ સિવાયની સોંપાયેલી કામગીરીની અસર બાળકોના ઓનલાઈન શિક્ષણ પર પણ થઇ રહી છે. જેથી હવે શિક્ષકોને કોવિડ ડ્યૂટીમાંથી મુક્ત કરવા જોઈએ. ઉપરાંત શિક્ષકોને કોવિડ ડ્યુટી માટેનું બાકી મહેનતાણું 2.50 કરોડ કરતા વધુ છે તે ચૂકવવામાં આવે.

અમદાવાદમાં 50થી વધુ શિક્ષકો કોરોના સંક્રમિત
કોરોનાની બીજી લહેરમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોને કોરોનામાં અલગ અલગ ડ્યુટી આપવામાં આવી હતી. જેમાં વેક્સિન સેન્ટર, હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક, ટેસ્ટિંગ કેન્દ્ર, સર્વે સહિતની અલગ અલગ કામગીરી સોંપવામાં આવી હતી. જે કામગીરી દરમિયાન 50થી વધુ શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા છે.