તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલ ફીમાં વધુ રાહત મળશે?:સ્કૂલ ફીમાં 50 ટકા માફીની માંગણી સાથે ઓલ ગુજરાત વાલી મંડળ હાઇકોર્ટના દ્વાર ખખડાવશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર
  • શિક્ષણમંત્રીએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ 25 ટકા સ્કૂલ ફી માફીનો નિર્ણય કર્યો છે
  • ઓનલાઈન ક્લાસથી સ્કૂલોમાં 50 ટકા ફીમાં શિક્ષકોનો પગાર-અન્ય ખર્ચા નીકળી જાય: નરેશ શાહ

સ્કૂલો શરૂ થતાં ફી નો મુદ્દો પણ શરૂ થયો છે. ગત વર્ષે વાલી મંડળ કોર્ટમાં જતાં 25 ટકા ફી માફી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ આ વર્ષે પણ ઓનલાઇન શિક્ષણ હોવાને કારણે ફી માફી કરવી કે નહીં તે અંગે વિચારણા ચાલી રહી હતી. ત્યારે શિક્ષણ મંત્રી દ્વારા 25 ટકા ફી માફી માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વર્ષે 25 ટકા નહિ પરંતુ 50 ટકા ફી માફી કરવા માટે ઓલ ગુજરાત વાલી મંડળની માંગ છે અને આ મામલે વાલી મંડળ હાઇકોર્ટનો સહારો પણ લેશે.

ગત વર્ષે સ્કૂલોમાં 25 ટકા ફી માફી અપાઈ હતી
ગત વર્ષના માર્ચ મહિનાથી કોરોનાને કારણે સ્કૂલો બંધ કરવામાં આવી હતી અને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ઓનલાઈન અભ્યાસના કારણે સ્કૂલોનો ખર્ચ ઘટ્યો હતો અને બીજી તરફ વાલીઓની આર્થિક સ્થિતિ પર અસર થઈ હતી. જેના કારણે ઓલ ગુજરાત વાલી મંડળ ફી માફીની માંગણી સાથે હાઇકોર્ટ પહોચ્યું હતું ત્યારે 25 ટકા ફી માફીની નિર્ણય લેવામાં આવ્યો હતો. હાઇકોર્ટના આદેશ મુજબ વધારાના કોઈ ફી જેમ કે ટર્મ ફી, સ્પોર્ટ્સ કે અન્ય એક્ટિવિટીની ફી ના લઈ શકાય અને ટ્યુશન ફીમાં 25 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહની તસવીર
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહની તસવીર

આ વર્ષે 50 ટકા ફી માફીની વાલીઓની માગણી
2020-21ના શૈક્ષણિક વર્ષ બાદ 2021-22ના શૈક્ષણિક વર્ષમાં પણ શિક્ષણ ઓનલાઇન છે ત્યારે શિક્ષણમંત્રી દ્વારા નવો આદેશ ના આવે ત્યાં સુધી 25 ટકા ફી ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ત્યારે આ વર્ષે પણ ઓનલાઇન શિક્ષણ હોવાથી 25 નહીં પરંતુ 50 ટકા ફી માફી કરવામાં આવે તેવી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. અત્યારે 25 ટકા ફી માફી કરાઈ છે જ્યારે વધુ 25 ટકા ફી માફી માટે ઓલ ગુજરાત વાલી મંડળ કોર્ટના શરણે જશે.

ઓનલાઈન ક્લાસની પ્રતિકાત્મક તસવીર
ઓનલાઈન ક્લાસની પ્રતિકાત્મક તસવીર

વાલીઓ સોમવારે હાઇકોર્ટમાં PIL દાખલ કરશે
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 25 ટકા ફી કરવામાં આવી હતી. જે આ વર્ષે પણ અમલમાં રાખ્યું છે અને 25 ટકા ફી માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ઓનલાઇન સ્કૂલ હોવાને કારણે સ્કૂલોની થતાં ખર્ચા હમણાં બંધ થયા છે.50 ટકા ફી માં શિક્ષકોનો પગાર અને અન્ય જરૂરી ખર્ચા સ્કૂલોમાં નીકળી જાય તેમ છે. ત્યારે 75 ટકા ફી કહેવી યોગ્ય નથી માટે 50 ટકા ફી માફ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. હજુ કોઈ નિર્ણય લેવાયો નથી જેથી સોમવારે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા 50 ટકા ફી માફી માટે હાઇકોર્ટમાં PIL કરવામાં આવશે.