નિર્ણય સામે વાંધો:​​​​​​​અમદાવાદની DAV સ્કૂલના ફરજીયાત ટ્રાન્સપોટેશનના નિર્ણય સામે વાલી મંડળનો રોષ, DEOને ફરિયાદ કરી

અમદાવાદ11 દિવસ પહેલા
  • સ્કૂલે વાલીઓએ ખાનગી ટ્રાન્સપોટેશનનો ઉપયોગ કરવો નહીં તેવો નિર્ણય કર્યો છે

DAV ઇન્ટરનેશનલ સ્કૂલનો વિવાદ હજુ ચાલી રહ્યો છે. સ્કૂલે અચાનકથી જ સ્કૂલમાં બાળકો જે વાન કે રીક્ષામાં આવતા હતા તેમને બાળકોને લાવવા મનાઈ કરીને સ્કૂલ બસ કે વાલીએ જાતે જ મુકવા આવવું તેવો નિર્ણય કર્યો છે સ્કૂલના ફરજીયાતના નિર્ણયને લઈને વાલી મંડળે પણ વિરોધ કર્યો છે અને સ્કૂલ સામે DEOને ફરિયાદ કરી છે. સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો પણ આજે મકરબા ખાતે શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠા છે. 50 થઈ વધુ સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો પરિવાર સાથે ધરણા પર બેઠા હતા.તમામ લોકોએ એક જ માંગ કરી છે કે અમારી રોજી ના છીનવો,અમને અમારી રોજી પાછી આપો.વાલીઓ પણ અમારી વાન અને રિક્ષામાં મોકલવા તૈયાર છે ત્યારે સ્કૂલ શા માટે પોતાના ટ્રાન્સપોટેશન ફરજીયાત કરી રહી છે.DEO કચેરીએ પણ અમે ફરિયાદ કરી છે અને હવે ધરણા કરી રહ્યા છીએ.

નિર્ણય બદલવામાં નહિ આવે તો હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે
નિર્ણય બદલવામાં નહિ આવે તો હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે

વાલીઓને સ્કૂલના જ ટ્રાન્સપોટેશનનો ઉપયોગ કરવા કહ્યું
ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કૂલના વર્ધી ચાલકોને સાથે રાખીને DEOને ફરિયાદ કરી છે જે, મુજબ મકરબાની DAV ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાલીઓને ફરજીયાત સ્કૂલના જ ટ્રાન્સપોટેશનનો ઉપયોગ કરવા જણાવ્યું છે. વાલીઓએ ખાનગી ટ્રાન્સપોટેશનનો ઉપયોગ કરવો નહીં તેવો નિર્ણય કર્યો છે જે નિર્ણય વાલીઓના અધિકારીઓ પર તરાપ સમાન છે. FRC મુજબ ટ્યુશન ફી સિવાય અન્ય ફરજીયાત ટ્રાન્સપોર્ટેશનનાં નામે અન્ય રકમ ના લઇ શકાય છતાં DAV સ્કૂલ કરી રહી છે જેથી સ્કૂલ સામે પગલા લેવાવા જોઈએ.

કોઈ પણ સ્કૂલ આ પ્રકારનો નિર્ણય ના કરી શકે: વાલી મંડળ
વાલી મંડળના પ્રમુખ આશિષ કણજારીયાએ જણાવ્યું હતું કે, કોઈ પણ સ્કૂલ આ પ્રકારનો નિર્ણય ના કરી શકે.સ્કૂલ વાન ચાલો વર્ષોથી સ્કૂલના બાળકોને લઇ જાય છે.વાન ચાલકોના રોજી સ્કૂલ છીનવી રહી છે અને નિયમ વિરુદ્ધ જઈને સ્કૂલે નિર્ણય કર્યો છે જેથી સ્કૂલ સામે ફરિયાદ પણ કરી છે અને સ્કૂલ દ્વારા નિર્ણય બદલવામાં નહિ આવે તો હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...