તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ગ્રાન્ટેડ સ્કૂલોમાં બાકી રહેલ આંકડાશાસ્ત્રના 190 શિક્ષકોની ભરતી કરવા સંચાલક મંડળની માંગ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉ 209 જગ્યાઓ સામે માત્ર 19 ઉમેદવારોએ જ અરજી કરી હતી.

રાજ્યમાં આવેલ ગ્રાન્ટેડ સ્કુલોમાં આંકડાશાસ્ત્રના 209 શિક્ષકોની જગ્યાઓ ખાલી હતી જે માટે નવા શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. પરંતુ 209 જગ્યાઓ સામે માત્ર 19 ઉમેદવારોએ જ અરજી કરી હતી.જેથી હજુ 190 શિક્ષકોની જગ્યા ખાલી છે. આ જગ્યાઓ પર એકાઉન્ટના શિક્ષકોની ભરતી કરવા રજૂઆત કરવામાં આવી છે.

ભરતી સમિતિને પત્ર લખીને રજૂઆત કરાઈ
7 જુલાઈએ વેકેશન પૂર્ણ થતા સ્કૂલો ફરીથી શરુ થશે. વિદ્યાર્થીઓને ઓનલાઈન જ ભણાવવામાં આવશે. પરંતુ રાજ્યની ગ્રાન્ટેડ સ્કુલોમાં 209 આંકડાશાસ્ત્રના શિક્ષકોની જગ્યા ખાલી હતી. તેમાંથી 19 ઉમેદવારોએ અરજી કરતા હજુ 190 જગ્યા ખાલી છે તો તાત્કાલિક તે જગ્યાઓ પર એકાઉન્ટના શિક્ષકોની ભરતી કરવા રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા ભરતી સમિતિને પત્ર લખીને રજૂઆત કરી છે.

એકાઉન્ટના શિક્ષકો પણ આંકડાશાસ્ત્ર ભણાવી શકે
રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમૂહ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં આંકડા શાસ્ત્રના શિક્ષકો જ નથી.જેથી કેન્દ્રીય ભરતી બોર્ડ દ્વારા શિક્ષણ બોર્ડને રેગ્યુલેશનમાં સુધારો કરીને દરખાસ્ત કરીને આંકડાશાસ્ત્ર શિક્ષકની જગ્યાએ એકાઉન્ટના શિક્ષકોની ભરતી કરે તો એકાઉન્ટના શિક્ષકો પણ આંકડાશાસ્ત્ર ભણાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...