સીબીએસી ધોરણ 10માં સામાન્ય ગણિત વિષય સાથે પાસ થનાર વિદ્યાર્થીઓને આ વર્ષે ગુજરાત બોર્ડની કેટલીક સ્કૂલે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ આપવા મુદ્દે ગુજરાત શિક્ષણ બોર્ડે આચાર્યોને દંડ ફટકાર્યો છે.
આ બાબતે ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ ડીઇઓને પરિપત્ર કરીને આચર્યને દંડ ભરવા બાબતે સૂચના આપવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નિયમ વિરુદ્ધ પ્રવેશ આપવા માટે દરેક આચર્યને રૂ.5 હજાર દંડ ભરવા જણાવ્યું છે. દરેક આચર્યએ પોતાના પર્સનલ બેન્ક એકાઉન્ટમાંથી દંડની રકમ ભરવાની રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓએ વર્ષ 2021-22માં સીબીએસસી બોર્ડમાંથી ધો.10માં સામાન્ય ગણીત સાથે પાસે થયેલા વિદ્યાર્થીઓને ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપમાં તારીખ 13 સપ્ટેમ્બર,2021 પહેલાં પ્રવેશ અપાયો હતો. આવા વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધો.10ની ગણિત વિષયની પરીક્ષા જે જુલાઈ 2021માં લેવામાં આવેલી પરીક્ષા મુજબ લેવામાં આવશે. આ પરીક્ષા પાસે કરે તો જ વિદ્યાર્થીઓનો પ્રવેશ માન્ય રાખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.