તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:અમદાવાદ રેલવે મંડળ દ્વારા ટિકિટ દલાલોની છેતરપિંડીનો પર્દાફાશ, મુસાફરો પાસેથી 6 લાખથી વધુનો દંડ વસૂલાયો

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદના ટિકિટ દલાલો કોલકાતાના ટિકિટ દલાલો સાથે મળી સિનિયર સિટિઝન ક્વોટાની ટિકિટ કાઢતા.
  • આ ટિકિટને ગેરકાયદેસર રીતે ઈ-ટિકિટમાં પરિવર્તિત કરી વોટ્સએપના માધ્યમથી મુસાફરોને અપાતી.

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વાણિજ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરનારા દલાલોની છેતરપિંડીનો પર્દાફાશ કરાયો હતો અને ટિકિટ ન હોવા બદલ મુસાફરો પાસેથી ટિકિટ ચેકીંગ કર્મચારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઉત્તર પ્રદેશ અને બિહારથી અમદાવાદ આવતી ટ્રેનો માં અમદાવાદ અને આજુબાજુના દલાલો દ્વારા તત્કાલ ક્વોટા અને સિનિયર સિટીઝન ક્વોટામાં રેલવે રિઝર્વેશન કાર્યાલયમાંથી ટિકિટ નીકાળીને ગેરકાયદેસર રીતે ઇ-ટિકિટમાં પરિવર્તિત કરીને વોટ્સએપના માધ્યમથી મુસાફરોને દૂરસ્થ સ્ટેશનો પર મોકલવામાં આવતા હતા. મુસાફરી દરમિયાન મુસાફરો પાસેથી અસલ ટિકિટ ન હોવા બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો.

રેલવે દ્વારા 6 લાખથી વધુનો દંડ વસૂલાયો
અમદાવાદ મંડળ દ્વારા કુલ રૂપિયા 604330નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ગોરખધંધાર્નો પર્દાફાશ અમદાવાદ મંડળના વાણિજ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો. આ બ્લેક માર્કેટિંગ અંગેની માહિતી રેલ્વેના મુખ્યાલયને આપવામાં આવી હતી, પરિણામે સંબંધિત રેલવે દ્વારા અભિયાન હાથ ધરાયું હતું અને અનિયમિત મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદ રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર
અમદાવાદ રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર

અમદાવાદના ટિકિટ દલાલો કોલકાતાના દલાલો સાથે કામ કરતા
ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરતા દલાલો પાછલા વર્ષની જેમ ફરી સક્રિય થયા છે. આ વખતે અમદાવાદના દલાલોએ કોલકાતાના દલાલો સાથે મળીને તત્કાલ અને સિનિયર સિટીઝન ક્વોટાની ટિકિટો કોલકાતા અને નજીકના સ્થાનોથી ટિકિટ નીકાળવામાં આવી રહી છે. વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ અને સાયક વાણિજ્ય પ્રબંધક અતુલ ત્રિપાઠીના નેતૃત્વ હેઠળ ટિકિટ ચેકિંગ કર્મચારીઓની ટીમ સઘન અભિયાન ચલાવી રહી છે.

3 મેના રોજ 30 હજારનો દંડ વસૂલાયો
​​​​​​​
અમદાવાદથી મુસાફરો પાસે ટિકિટ ન હોવાને કારણે ટિકિટ ચેકિંગ કર્મચારીઓ દ્વારા દંડ વસૂલવામાં આવે છે. આ ટીમમાં વિનોદ વાણિયા, નીરજ મહેતા , શાજી ફિલિપ્સ, વી ડી બારોટ, શૈલ તિવારી અને નરેન્દ્ર કુમાર Dy.COTI દ્વારા કાર્યવાહી કરીને તારીખ 01 મે ના રોજ 28 કેસ 28000 / રૂપિયા અને તારીખ 03 મેના રોજ 24 કેસ 30000 / રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો. આ છેતરપિંડી રોકવા માટે સંબંધિત રેલવે મુખ્યાલયને પણ જાણ કરવામાં આવી છે જેથી આ દલાલો પકડી શકાય. મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝા એ વાણિજ્ય વિભાગની કાર્યવાહીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આ અભિયાન સતત ચાલુ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો