તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષાત્મક કાર્યવાહી:બોર્ડ-નિગમોએ કર્મીઓને મંજૂરી વિના જ વિશેષ લાભો આપી દીધા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષાત્મક કાર્યવાહી અને લાભોની વસૂલાતની ચીમકી
  • સ્પષ્ટ સૂચનાને અવગણીને કેન્દ્રનાં ધોરણે પગાર-ભથ્થાં અને અન્ય લાભો આપી દેવાતા સરકારે તાકીદ કરવી પડી

રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ-નિગમોએ પોતાના કર્મચારીઓના પગાર-ભથ્થાંમાં ફેરફાર કે વિશેષ લાભો આપતા પહેલાં સરકારના નાણાં વિભાગની પૂર્વ મંજૂરી લેવી જરૂરી હોવાની સ્પષ્ટ સૂચના આપવા છતાં કેટલાક બોર્ડ-નિગમો દ્વારા તેમના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે વિશેષ લાભો આપી દેવાયાં હોવાનું ધ્યાને આવતાં નાણાં વિભાગે તમામ વહીવટી વિભાગને તાકીદ કરવી પડી છે.

નાણાં વિભાગે તમામ વહીવટી વિભાગોને તેમના હસ્તકના બોર્ડ-નિગમોમાં આ પ્રકારના વિશેષ લાભો મંજૂરી વિના ન અપાય તેની તકેદારી રાખવા સૂચના આપતા જણાવ્યું છે કે, જાહેર સાહસોએ તેમના કર્મચારીઓના પગાર ધોરણ, ભથ્થાં, અન્ય નાણાકીય સવલતોમાં સરકારી કર્મચારીઓ માટેના નિયમોને અનુસરવાનું રહે છે. તેમાં કોઇપણ જાતનો સુધારો કરતાં પહેલા નાણાં વિભાગની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે, તેવી સ્પષ્ટ સૂચના હોવા છતાં કેટલાંક જાહેર સાહસોઅે આ સૂચનાનો અનાદર કરીને તેમના કર્મચારીઓને સરકારી કર્મચારીઓ કરતા વિશેષ લાભો પોતાની મેળે એટલે કે સરકારના કોઇ આદેશ કે પૂર્વ મંજૂરી વિના કેન્દ્રના સમાન ધોરણે આપે છે. જે બાબત યોગ્ય નથી.

નાણાં વિભાગે એવી પણ તાકીદ કરી છે કે આ પ્રકારની કોઇપણ ગેરરીતિ ધ્યાને આવશે તો મંજૂરી વિના આપવામાં આવેલા લાભોની વસૂલાત તેમજ સંબંધિતોની જવાબદારી નક્કી કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો