ભાસ્કર એક્સક્લૂઝિવ:લોહીની સગાઈ તૂટી - 3 મહિનામાં શહેરમાં બનેલી હત્યાની 27 ઘટનામાંથી 17થી વધુમાં પરિવારના સભ્યનો જ ‘હાથ’

અમદાવાદ6 દિવસ પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં છેલ્લા 3 મહિનામાં હત્યાની 27 ઘટના બની હતી. જેમાંથી 17 કરતાં પણ વધારે ઘટનાઓમાં મરનાર અને મારનાર એક જ પરિવારના સભ્ય હતા. શહેરમાં વધી રહેલી પારિવારિક હિંસાઓ પાછળના પરિબળ વિશે મનોચિકિત્સક ડો.પ્રશાત ભીમાણીએ જણાવ્યું કે, સોશિયલ મિડિયા, હિંસક મોબાઇલ ગેમ, લોકોની ઓછી સહન શકિત તેમજ અમે નહીં પરંતુ પહેલા હુંની ભાવના વધી ગઈ છે. જેથી હવે લોકોમાં પરિવાર અને કુટુંબના સભ્યો પ્રત્યેની લાગણી - પ્રેમ ઘટી રહ્યા છે. જેના કારણે કોઇ પણ વ્યકિત કોઇના પણ માટે કશું પણ જતું કરવા તૈયાર નથી. સામાન્ય બાબત કે ઝઘડાનો અંજામ હત્યા સુધી પહોંચી જાય છે.

કોરોના પહેલા પરિવારના સભ્યો નોકરી-ધંધો કરતા હોય તો વધારે સમય બહારના લોકો સાથે વિતાવતા હતા. પરંતુ કોરોનાના કારણે ધંધા રોજગાર બંધ રહ્યા હતા તેમજ ઘણા બધા લોકો ઘરેથી કામ કરતા હતા. જેના કારણે 24 કલાક પરિવારના સભ્યો સાથે જ રહેવાનો વારો આવ્યો હતો. જેના કારણે પરિવારના જે સભ્યો વચ્ચે અણબનાવ હતો તેમની વચ્ચે અંતર વધતું ગયું.

માધુપુરા, રામોલ, વેજલપુરમાં સૌથી વધુ મર્ડર

વિસ્તારમર્ડર
વાડજ1
ચાંદખેડા1
સાબરમતી1
માધવપુરા3
શાહીબાગ1
નરોડા1
ગોમતીપુર2
રામોલ3
વેજલપુર3
વટવા1
એલિસબ્રિજ1
સોલા1
ખાડિયા1
સરદારનગર1
ઓઢવ1
નારોલ1
વાસણા1
રખિયાલ1
અમરાઇવાડી1
કાગડાપીઠ1
કુલ27

‘અમે’ નહીં ‘હું’ની ભાવના, ઓસરતી જતી સહનશક્તિ પરિવારોમાં હિંસાનું મૂળ કારણ
પહેલા લોકો પરિવારના સભ્યો સાથે રહેતા હતા. ત્યારે લોકોમાં સાથે રહેવાની ભાવના અને આત્મીયતા હતી. પરંતુ હવે લોકો એકલા જ રહેવાનું પસંદ કરે છે. આટલું જ નહીં વ્યક્તિગત આનંદને જ સર્વસ્વ માને છે, જેના કારણે અમે નહીં પરંતુ હું ની ભાવનાનું નિર્માણ થયુ છે. તેમાં પણ કોઇ વ્યક્તિ પોતાના પ્રોબ્લેમ - ભૂલ સ્વીકારતા જ નથી, જેથી પારિવારિક હત્યા, ઝગડા, છૂટાછેડા, મારા મારીની ઘટનાઓ વધી છે અને હજુ આગામી સમયમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે તો ખાસ આશ્ચર્ય થવું જોઈએ નહીં. - ડો.પ્રશાંત ભીમાણી, મનોચિકિત્સક

અન્ય સમાચારો પણ છે...