બ્લડ ડોનેશન કેમ્પ:​​​​​​​અમદાવાદના નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે રક્તદાન શિબિરનું આયોજન, 21 કર્મચારીઓએ રક્તદાન કર્યું

​​​​​​​અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પોસ્ટ ઓફિસમાં કાર્યરત કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કાર્યક્રમમાં ભાગ લીધો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 21 કર્મચારીઓએ રક્તદાન કર્યું આવતીકાલે એટલે કે રવિવારે 8મી મેના રોજ થેલેસેમિયા દિવસ તરીકે ઓળખાય છે. જે સંદર્ભે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્રિત થનાર બ્લડને માત્ર ને માત્ર થેલેસેમિયાથી પીડાતા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. થેલેસેમિયાથી પીડાતા દર્દીઓને બ્લડની અતિ આવશ્યકતા રહેતી હોય છે. જેને ધ્યાનમાં રાખી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ બ્લડ ડોનેટ કરી સમાજ પ્રત્યેની તેમની ફરજ અદા કરી.

ઇન્ડિયન રેડ ક્રોસ અમદાવાદના સહયોગ ઉસેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મહત્વપૂર્ણ વાત રહી કે 21 પૈકી 8 કર્મચારીઓ એવા હતા કે જેમને પ્રથમવાર બ્લડ ડોનેટ કર્યું હોય. વિવિધ બ્લડ બેંકોના પ્રયાસો થકી લોકોમાં બ્લડ ડોનેશન અંગે જાગૃતતા આવી રહી છે. તેમાંય નવા ફ્રેશ બ્લડ ડોનરને પ્રોત્સાહિત કરવા માટે આ બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...