ઉજવણી:PM મોદીના 71માં જન્મદિવસે હીરામણી સ્કૂલ અને હીરામણી સાંધ્યજીવન કુટીર ખાતે બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન સંસદસભ્ય નરહરિ અમીન ઉપસ્થિત રહ્યા - Divya Bhaskar
બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન સંસદસભ્ય નરહરિ અમીન ઉપસ્થિત રહ્યા
  • જનસહાયક ટ્રસ્ટ દ્વારા 71 વૃક્ષો રોપવામાં આવ્યા
  • બ્લડ ડોનેશન કેમ્પથી 152 બોટલ બ્લડ એકઠું કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ અમતાવાદમાં આવેલી હીરામણી સ્કૂલ અને હીરામણી સાંધ્યજીવન કુટીર ખાતે બ્લડ ડોનેશન તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 71 વૃક્ષો રોપવામાં આવ્યા હતા તથા હીરામણી સ્કૂલના આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ, વહીવટી સ્ટાફ તેમજ અમદાવાદની જુદી-જુદી કોલેજોના વિદ્યાર્થીઓ, ભાજપના આગેવાનો તથા કાર્યકરોએ બ્લડ ડોનેશન કર્યું હતું.

જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણી સ્કૂલ તથા હીરામણી સાંધ્યજીવન કુટીર ખાતે સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 152 બોટલોનું ડોનેશન થયું હતું. જ્યારે 83 જેટલા કાર્યકરો ઓછા હીમોગ્લોબીન, વધુ ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, થાઈરોડ તથા નજીકના સમયમાં વેક્સિન મૂકાવેલી હોઈ ડોક્ટરની સલાહ મુજબ બ્લડ ડોનેશન કરી શક્યા નહોતા.

152 બોટલ બ્લડ ડોનેશન કેમ્પથી એકઠું કરાયું
152 બોટલ બ્લડ ડોનેશન કેમ્પથી એકઠું કરાયું

આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ અને સંસદસભ્ય નરહરિ અમીન, ટ્રસ્ટના ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટી વરુણ અમીન, ટ્રસ્ટી વિજુલબેન અમીન, મંત્રી આર.સી પટેલ, ઘનશ્યામભાઈ અમીન, સી.ઈ.ઓ ભગવાનભાઈ અમીન, સલાહકાર એ.સી ગોપાણી, પ્રિન્સિપાલ નીતાબેન શર્મા, ગુંજન શાહ, પીનાક્ષીબેન વડોદરિયા તથા ભાજપ યુવા મોરચાના મહામંત્રી હાર્દિકસિંહ ડોડિયા સહિત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.