વેબિનાર:નકલી માર્કશીટથી નોકરી લેવાનું દુષણ રોકવા બ્લોકચેઇન ઉપયોગી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • GNLU સેન્ટર ફોર લો-ટેકનોલોજીમાં બ્લોકચેઈન પર વેબિનાર

બ્લોકચેઇન ટેકનોલોજી બિટકોઈનથી ઘણી વિશાળ છે. જ્યાં સ્પષ્ટતાનો, પારદર્શિતાનો, પરસ્પર વિશ્વાસનો અભાવ હોય, મોટી સંખ્યામાં પ્લેયર્સને સતત મોનીટર કરી શકાય તેમ ના હોય તેવી સ્થિતિના નિયમન માટે બ્લોકચેઇન ટેક્નોલોજી ઉપયોગી છે. બ્લોકચેઇનમાં એક વખત મુકેલી માહિતીમાં છેડછાડ શક્ય નથી. જેથી તે ગવર્નન્સને પારદર્શક બનાવે છે.

ચિટ ફંડમાં ઘણા ગોટાળામાં મુખ્યત્વે નાના અને ગરીબ માણસોના પૈસા ડૂબી જાય છે. આ સિસ્ટમ ચિટ ફંડ સાથે સંકળાયેલ તમામ પાર્ટીઓના વ્યવહારોને રેકોર્ડ કરે છે, ડેટાની ચકાસણી કરે છે અને સ્વચાલિત અને વિશ્વસનીય આર્થિક વ્યવહારો માટે બ્લોકચેઇન-આધારિત પ્લેટફોર્મ પૂરું પાડે છે. દેશમાં નકલી માર્કશીટોના આધારે નોકરી મેળવવામાં આવી હોય આવા કિસ્સા બને છે. આ દુષણને રોકવા માટે બ્લોકચેઇન ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...