તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:વાહન ડીલરોની ઓફિસમાં ટેક્સ-ફીના બોર્ડ ન મુકાય ત્યાં સુધી TC નંબર બ્લોક

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસમાં 24 કલાકમાં બોર્ડ મૂકવાના આદેશથી હોબાળો
  • ઓફિસની બહાર બોર્ડ નહીં હોય તો ડીલરનું વેચાણ સ્ટોપ થશે

કેટલાક વાહન ડીલરો નવાં વાહનો ઉપર સરકારે નિયત કરેલા ટેક્સ અને ફી કરતાં વધુ રકમની વસૂલાત કરતા હોવાની વ્યાપક ફરિયાદો વાહન વ્યવહાર વિભાગ સમક્ષ પહોંચી હતી. જેના પગલે તમામ ડીલરો ને ઓફિસની બહાર ગ્રાહકને દેખાય તે રીતે સરકારી ટેક્સ અને ફીના બોર્ડ 24 કલાકમાં મૂકવા આદેશ કર્યો હતો. ઓફિસમાં બોર્ડ મૂકી ફોટો મોકલે નહીં ત્યાં સુધી ટીસી (ટ્રેડ સર્ટિફિકેટ) નંબર બ્લોક કરી દેવાતા હોબાળો મચી ગયો છે. જે ડીલર ઓફિસની બહાર બોર્ડ નહીં લગાવે તે તમામ ડીલરનું વેચાણ પણ સ્ટોપ કરી દેવાશે.

વાહન ડીલરોએ કહ્યું કે, કેટલાક ડીલરના લીધે તમામ ઉપર ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી છે. નવાં વાહનોમાં સરકારે નિયત કરેલા વાહન ટેક્સ અને આરટીઓ ફી કરતાં વધુ રકમ વસૂલનારા વાહન ડીલરો સામે કમિશનર કચેરીથી સીધી કાર્યવાહી થવી જોઈએ. તેના બદલે તમામ ડીલરોને 24 કલાકમાં નવા વાહનો ઉપર સરકારે નિયત કરેલા ટેક્સ અને ફીના બોર્ડ લોકો વાંચી શકે તે રીતે પોતાની ઓફિસમાં મુકવા આદેશ કરાયો છે. વિભાગ દ્વારા બોર્ડ ની સાઈઝ ઉપરાંત વાદળી અને વ્હાઇટ કલર રાખવા પણ ઉલ્લેખ કરાયો છે. બોર્ડમાં અપંગ વ્યક્તિઓને અપાતી રાહતનો પણ ઉલ્લેખ કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો