તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બ્લેક ફંગસના ઇન્જેક્શનના કાળાં બજાર કરનાર આરોપી ઝડપાયો, રાજસ્થાનના મિત્ર પાસેથી ઈન્જેક્શન મગાવતો હોવાનું ખૂલ્યું

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 42 ઇન્જેક્શનના 8 લાખ પડાવ્યા હતા, અમરાઈવાડી પોલીસે આરોપીના મિત્ર સામે પણ ગુનો દાખલ કર્યો

શહેરમાં એમ્ફોટેરિસિન બી નામના ઈન્જેક્શનની કાળા બજારી કરી બજાર કરતા ઊંચા ભાવે વેચી વિશ્વાસઘાત અને ઠગાઈ કરનાર આરોપીને અમરાઈવાડી પોલીસે ઝડપી પાડ્યો છે. જો કે આ આરોપી રાજસ્થાનના તેના મિત્ર પાસેથી આ ઈન્જેક્શનો મગાવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેના રાજસ્થાનના મિત્ર વિરુદ્ઘમાં પણ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

ઈસનપુરમાં રહેતા વેપારી નિકેતસિંહ પરમારના મિત્રના સંબંધીને બ્લેક ફંગસ થઈ ગયો હોવાથી સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમને ફંગસની સારવાર માટેના ઈન્જેક્શનની જરૂર હોવાની વાત કરી હતી. નિકેતસિંહ તથા તેમના અન્ય મિત્રો આ ઈન્જેક્શન માટેની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે હિતેષ મકવાણા નામનો શખસ આ ઈન્જેક્શન આપતો હોવાનું જાણવા મળતા તેનો સંપર્ક કરીને એમ્ફોટેરિસિન બી નામના 42 ઈન્જેક્શનો રૂ.7.97 લાખમાં ખરીદ્યા હતા અને રાજકોટ મોકલી આપ્યા હતા. જો કે આ ઈન્જેક્શનો આપ્યા બાદ દર્દીની તબિયતમાં સુધારો થવાના બદલે તબિયત વધારે બગડતા ડોક્ટરે આ ઇન્જક્શન દર્દીને નહીં અપાય તેમ જણાવ્યું હતું.

જેથી બાકીના 20 ઈન્જેક્શનો લઈને નિકેતસિંહ અને તેમનો મિત્ર પરત અમદાવાદ આવીને ઈન્જેક્શન આપનાર શખસના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવીને બાકી રહેલા 20 ઈન્જેક્શન પોલીસને સોંપ્યા હતા. પોલીસે ઈન્જેક્શન આપનાર આરોપી હિતેષ મકવાણાને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં ઈન્જેક્શનનો જથ્થો તે તેના મિત્ર નીતિન ઉર્ફે રાહુલ પાસેથી મગાવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી અમરાઈવાડી પોલીસે નીતિન ઉર્ફે રાહુલના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...