તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીપંચનો નિર્ણય:કોરોના થવાની બીકે કર્મચારીઓ મતદાન સ્લીપ વહેંચવા નહીં જાય, સાઈટ પરથી જાતે મતદાન કેન્દ્ર શોધવું પડશે

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • મતદાન સ્લીપ મતદારોને નહીં મળે

21 ફેબ્રુઆરીએ અમદાવાદ સહિત 6 મનપાની ચૂંટણીમાં મતદારોને મતદાન મથકનું સરનામું અને બૂથ નંબર દર્શાવતી સ્લીપનું વિતરણ કરવામાં નહીં આવે. ચૂંટણી આયોગે સ્લીપના વિતરણ માટે વિચારણા કરી હતી પરંતુ કોરોનાને કારણે કર્મચારીઓને લાખો ઘરો સુધી મોકલવાનું યોગ્ય ન લાગતાં સ્લીપ વિતરણ ન કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્ય ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીએ કહ્યું કે મતદારોને પોતાના મતદાન મથક અને બૂથ નંબરની માહિતી મળી રહે તે માટે ટેક્નોલોજીનો આધાર લઇને ચૂંટણી આયોગની વેબસાઇટ પર મતદાર પોતાનું નામ કે મતદાર ઓળખકાર્ડ નંબર એન્ટર કરીને મતદાન મથક, બૂથની માહિતી મેળવી શકશે. જે સોસાયટીમાં વોર્ડ બદલાયો હોય, જે સોસાયટીના અડધા મકાન એક બૂથમાં અને અડધા મકાન બીજા બૂથમાં આવતા હોય તેવા સ્થળોએ કલેક્ટર તેમજ મ્યુનિ. તંત્રને મતદારોને માહિતી આપવા માટે બોર્ડ મુકાશે.

ચારેય મત એક જ પક્ષના ઉમેદવારને આપવા પ્રચાર
કોર્પોરેશનની ચૂંટણીમાં હવે રાજકીય પક્ષો દ્વારા ઘરે ઘરે ફરીને કરવામાં આવી રહેલા પ્રચારમાં એવી ભ્રમણા ફેલાવાઈ રહી છેકે, કોઇપણ એક પક્ષના જ 4 ઉમેદવારને મત આપશો તો જ તમારો મત રજિસ્ટર્ડ ગણાશે. કેટલાક સિનિયર સિટીઝનની અજ્ઞાનતાનો લાભ લઇને કાર્યકરો તેમને મીસગાઇડ કરી રહ્યા છે. આ તમામ બાબતે ચૂંટણી અધિકારીઓ સમક્ષ અપક્ષ દ્વારા મૌખિક ફરિયાદો કરવામાં આવી છે. અપક્ષ ઉમેદવારો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છેકે, ચૂંટણીપંચ દ્વારા નાગરિકોને મતદાન માટેની યોગ્ય માહિતી પહોંચતી નહી કરીં રાજકીય પક્ષોને ચોક્કસ પ્રકારના લાભ અપાવી રહી છે.

મતદારયાદીમાં ભૂલ સહિત અફવાઓ રોકવા માટે આજથી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારયાદીમાં ભૂલ સહિત વિવિધ અફવાઓ રોકવા માટે ગુરૂવારથી જિલ્લા કલેકટર કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂઆત થઇ ગઇ છે. કંટ્રોલરૂમના 079-27569105 નંબર પર પ્રત્યેક વ્યક્તિઓએ સંપર્ક કરવાનો રહેશે. શહેર અથવા જિલ્લામાં કોઇ પણ સ્થળે નાણાકીય લેવડદેવડ અથવા અન્ય કોઇ વસ્તુઓની વહેંચણી થતી હોય તો કંટ્રોલરૂમમાં ફરિયાદ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો